તમારા ફોનની બેટરી જલદી પુરી થઇ જાય છે? ફટાફટ ડિલીટ કરો આ 22 એપ્સ

ફોન ફૂલ ચાર્જ થવા છતાં પણ ડેટા અને બેટરી જલ્દી પુરી થવાનો સીધો સંબંધ તમારા એંડ્રોઇડ ફોનમાં ઉપલબ્ધ કેટલીક એપ્સ હોઇ શકે છે. એવામાં 22 એપ્સ છે જે તમરા ફોન માટે એકદમ ખતરનાક છે.

તમારા ફોનની બેટરી જલદી પુરી થઇ જાય છે? ફટાફટ ડિલીટ કરો આ 22 એપ્સ

નવી દિલ્હી: શું તમારા એંડ્રોઇડ ફોન (Android Phone)ની બેટરી પણ ફૂલ ચાર્જ હોવાછતાં તાત્કાલિક ખતમ થઇ જાય છે? જો તમારો જવાબ હા છે તો આ સમચાર કામના છે. ફોન ફૂલ ચાર્જ થવા છતાં પણ ડેટા અને બેટરી જલ્દી પુરી થવાનો સીધો સંબંધ તમારા એંડ્રોઇડ ફોનમાં ઉપલબ્ધ કેટલીક એપ્સ હોઇ શકે છે. એવામાં 22 એપ્સ છે જે તમરા ફોન માટે એકદમ ખતરનાક છે.

એપ્સ જે તમારા માટે છે ખતરનાક
હકિકતમાં હાલ Google એપ સ્ટોરમાં ઘણી એપ ડોઝિ એપ્સ (Dodgy Apps) ઉપલબ્ધ છે, જેમને તમે તમારી લાઇફને સરળ બનાવવા માટે ડાઉનલોડ કરો છો. પરંતુ આ દગાબાજ એપ્સ તમને મોબાઇલની અંદર જ ઘણી એપ અનૈતિક કામ કરે છે જે તમે વિચારી પણ શકતા નથી. જોકે આ ડોઝિ એપ્સ તમારા મોબાઇલમાં ઇનવિઝિબલ રીતે વિંડો ખોલીને એડ રેવેન્યૂ કમાય છે. સામાન્ય લોકોની નજરમાં આ એપ્સ ક્યારેય આવતી નથી. પરંતુ આ ઇનવિઝિબલ એપ્સ ખુલી રહેવાના લીધે ફોનની બેટરી ખૂબ જ જલદી પુરી થઇ જાય છે. આ એપ્સ તમારા ઇન્ટરનેટ ડેટાને પણ ખતમ કરી દે છે. 

ધ સનના રિપોર્ટ અનુસાર મોબાઇલ ફ્લેશ લાઇશ ચલાવવા માટે Sparkle FlashLight એપ ઉપલબ્ધ છે. એપ સ્ટોરના અનુસાર તેને દુનિયાભરમાં 10 લાખ લોકોથી વધુ લોકોને ડાઉનલોડ કર્યો છે. પરંતુ આ એક ડોઝિ એપ છે જે એડ રેવેન્યૂ કમાવવા માટે તમારા મોબાઇલ ફોનમાં ઇનવિઝિબલ વિંડો ખોલીને કામ કરે છે. મળતી માહિતી અનુસાર લગભગ 22 એવી એપ્સ છે જેને એપ સ્ટોરમાં 22 લાખથી વધુ ડાઉનલોડ્સ છે. પરંતુ આ એકદમ ખતરનાક છે કારણ કે આ તમારી બેટરી અને ડેટા બંનેને નુકસાન પહોંચાડે છે. 

આ છે તે 22 ખતરનાક એપ્સ  
-Sparkle FlashLight
-Snake Attack
-Math Solver
-Just Flashlight
-Table Soccer
-Cliff Diver
-Box Stack
-ShaperSorter
-Tak a Trip
-Magnifeye
-Join Up
-Zombie Killer
-Space Rocket
-Neon Pong
-Jelly Slice
-AK Blakjack
-Color tiles
-Animal Match
-Roulette Mania
-HexaFall
-HexaBlocks
-PairZap

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news