Google આ મહિને પોતાની એક AI સેન્ટ્રિક ઈવેન્ટ કરવા જઈ રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ તેમાં કંપની સર્ચ અને મેપ્સ પર નવી અપડેટ્સ આપશે. આ ઈવેન્ટનું લાઈવ સ્ટ્રિમિંગ કરવામાં આવશે અને તેનું નામ  Live from Paris રાખવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં ગૂગલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની દુનિયામાં કયારેયેલા પોતાના કામો શોકેસ કરશે. આ જ ઈવેન્ટમાં ગૂગલના મોટા હરિફ મનાતા  ChatGPT અંગે પણ કઈક અપડેટ જોવા મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૂગલની આ અપકમિંગ ઈવેન્ટ આજે છે અને તેની શરૂઆત 8.30 વાગે (ભારતીય સમય મુજબ 7 PM) થશે. સામાન્ય રીતે ગૂગલ પોતાની મોટી મોટી જાહેરાતો I/O કોન્ફરન્સ દરમિાયન કરે છે. આ ઈવેન્ટમાં કંપની ડેવલપર્સ સાથે પણ કનેક્ટ કરે છે. પરંતુ આ વખતે એવું લાગે છે કે કંપની પોતાના AI પ્રોજેક્ટને જલદી શો કરવા માંગે છે. કારણ કે ChatGPT સતત ચર્ચામાં છે અને તેને ગૂગલનો મોટો વિકલ્પ માનવામાં આવે છે. 


ગૂગલને ટક્કર આપવા Microsoft એ ChatGPT સાથે લોન્ચ કર્યું Bing


આધાર કાર્ડની મદદથી આ રીતે ઘરે બેઠા જાણો બેન્ક બેલેન્સ, ATM જવાની નહીં પડે જરૂર


ChatGPTની નકલી એપ તો નથી કરીને ડાઉનલોડ? તુરંત જ કાઢી નાખો, નહીં તો લેવા ના દેવા પડશે


ગૂગલે જારી કર્યું હતું કોડ રેડ
ગૂગલને છેલ્લા બે દાયકાથી સર્ચ બિઝનેસમાં ખાસ કરીને કોઈ ટક્કર આપી શક્યું નથી. પરંતુ ChatGPT અંગે ગૂગલ પણ સચેત છે. થોડા સમય પહેલા એક રિપોર્ટ સામે આવ્યો હતો કે ગૂગલ મેનેજમેન્ટે કંપનીને ChatGPT ને ધ્યાનમાં રાખીને કોડ રેડ જારી કર્યું હતું. 


ગૂગલ પહેલા પણ પોતાના પ્રોડક્ટ્સમાં AI ઈન્ટીગ્રેટ કરતું રહ્યું છે. આવામાં આશા છે કે જો કંપની ChatGPT ના રાઈવલને રજૂ કરશે તો તેના માટે પણ સેમ મોડલ જ અપનાવશે. આલ્ફાબેટના સીઈઓના સુંદર પીચાઈએ દાવો કર્યો છે કે ગૂગલે નેચરલ લેંગ્વેજ AI પર ઘણું ઈન્વેસ્ટ કર્યું છે અને તેને ગ્રાહકોના સર્ચ દ્વારા ઓફર કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube