ઝી મીડિયા/બ્યૂરો :હાલ દિગ્ગજ કંપની ગૂગલ પોતાના એપમાં સતત ચેન્જિસ કરી રહી છે. ગૂગલ પોતાની ડાઉનલોડિંગ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં કેટલાક બદલાવ કરવા જઈ રહી છે. તેના દ્વારા યુઝર્સ એન્ડ્રોઈડ એપ્લિકેશનને ફોનમાં ડાઉનલોડ કર્યાં  વગર સબ્સક્રાઈ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, કંપની યુઝર્સને એક સબ્સક્રિપ્શન મોડલ બનાવવા પર કામ કરી રહી છે. જેના દ્વારા યુઝર્સને આ ફીચરથી આ એપમાં વારંવાર પોપ-અપ થનારા સબ્સક્રિપ્શનથી છૂટકારો મળી જશે. ગૂગલના એક બ્લોગ પોસ્ટના મુજબ, અત્યાર સુધી યુઝર્સ Google Play Store થી કોઈ પણ એપ ફ્રીમાં ડાઉનલોડ કરી શક્તા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવા લક્ષણો ધરાવતી મહિલાઓ પાછળ સુખ અને ઐશ્વર્ય દોડતું આવે છે 


સ્ટોર પર કેટલીક એવી એપ પણ આપવામાં આવી છે, જેના માટે યુઝર્સને સબ્સક્રાઈબ કરવુ પડે છે. તેમજ એપને ઈન્સ્ટોલ કર્યા બાદ આ એપમાર્કેટ પ્લેસથી એપને ખરીદવી પડી છે. પરંતુ હવે આ ફીચરમાં બદલાવ કરવામાં આવ્યો છે. જોકે, કંપનીએ હજી આ મામલે વધુ માહિતી આપી નથી. 


કંપનીના બ્લોગ પોસ્ટ અનુસાર, પ્લે સ્ટોરમાં સબ્સક્રિપ્શન પર ફ્રી ટ્રાયલ માટે પ્રોમો કોડ પણ ઓફર કરવામાં આવે છે. આવામાં જો એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવામાં ન પણ આવી હોય તો, તેને રીડિમ કરી શકાય છે. 


ડેવલપર્સના એક ગ્રૂપે પહેલેથી જ ગૂગલ પ્લે સ્ટોરથી સીધા પોતાના એપ્સની મેમ્બરશિપ યુઝર્સને ખરીદવાનું કામ શરૂ કરી દીધું છે. આવામાં ગૂગલ યુઝર્સને સીધા પ્લેટ સ્ટોરથી મેમ્બર થવાની પરમિશન મળી જશે. પરંતુ આ અપડેટ ક્યાં સુધી માર્કેટમાં આવશે તેના પર હજી કોઈ બીજી માહિતી સામે આવી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર