અમદાવાદ :દુનિયાની દિગ્ગજ કંપની ગૂગલે જાહેરાત કરતા કહ્યું કે, તે પોતાની Cloud Print સર્વિસને જલ્દી જ બંધ કરી દેશે. ગૂગલના જણાવ્યા અનુસાર, 2020માં આ સેવા બંધ કરવાનો પ્લાન બનાવ્યો છે. કંપની તરફથી આ સેવા વર્ષ 2010માં શરૂ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વગર ઈન્ટરનેટ પણ કરી શકે છો ઉપયોગ
ક્લાઉડ પ્રિન્ટની મદદથી યુઝર્સ પોતાના વેબ પર રહેલ કન્ટેન્ટને સરળતાથી પ્રિન્ટ કરાવી શક્તા હતા. આ સર્વિસની ખાસ વાત એ હતી કે, તેને વગર ઈન્ટરનેટ સર્વિસ અને પ્રિન્ટરનો ઉપયોગ પણ કરી શકાતો હતો. આ સર્વિસ મોબાઈલ, લેપટોપ અને ડેસ્કટોપ તમામનું કામ કરતી હતી. 


Video : એક યુવકે માતાના માંડવામાં ગાઈ રહેલા કલાકારને સટાસટ થપ્પડ લગાવ્યાં


કંપનીએ યુઝર્સને આપી માહિતી
ફોર્બ્સના મેગેઝીન અનુસાર, ગૂગલે આ વખતે તમામ ગ્રાહકોને મેઈલ કરીને જાણકારી આપી છે. કંપનીએ Google Cloud Printના યુઝર્સને જણાવ્યું કે, કંપની ડિસેમ્બર 2020 સુધી આ સેવાને ચાલુ રાખશે. હાલ કંપનીએ આ સર્વિસને બંધ કરવા પાછળ કોઈ કારણ આપ્યું નથી. 


સતત અકસ્માતો સર્જી રહેલી BRTSની સુરક્ષા હવે બાઉન્સર્સના હવાલે
 
2010માં લોન્ચ કરી હતી
ઉલ્લેખનીય છે કે, કંપનીએ આ સેવા વર્ષ 2010માં લોન્ચ કરી હતી. કંપનીએ એક વર્ષ પહેલા પોતાના ગ્રાહકોને આ વિશે જાણકારી આપી હતી, જેથી યુઝર્સ પોતાના માટે સમય રહેતા જ અન્ય વિકલ્પ પર નજર દોડાવી શકે.


હાલમાં બંધ કર્યું હતું સર્ચ એન્જિન
ગૂગલે એપ્રિલ 2019માં Google+ સર્ચ એન્જિનને બંધ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ ડિસેમ્બર 2018માં આ સર્ચ એન્જિનને બંધ કરવા વિશે જાહેરાત કરી હતી. આ સાથે જ કંપનીએ પોતાના ગ્રાહકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો કે, લોકોએ કંપનીની સેવાને બહુ જ પસંદ કર્યું હતું.


તત્વપ્રિયાએ એફિડેવિટ કરીને કહ્યું, અમે સેફ છીએ, અમારું અપહરણ નથી થયું...’


કંપની આપી હતી સૂચના
સર્ચ એન્જિન બંધ કરતા પહેલા કંપનીએ તમામ યુઝર્સને Google+ પર અપલોડ પોતાના ફોટો અને વીડિયોને ડાઉનલોડ કરીને નિર્દેશ આપ્યું હતું. ગૂગલે તમામ યુઝર્સને 2 એપ્રિલ 2019 પહેલા પોતાના ફોટો અને વીડિયો ડાઉનલોડ કરવાનું કહ્યું છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube