સરકારે Twitter ને ફટકારી નોટિસ, હાઈ-પ્રોફાઈલ હેકિંગ અંગે માંગી જાણકારી
ભારતની સાઈબર સુરક્ષા એજન્સી સીઈઆરટી-ઈન (CERT-IN)એ વૈશ્વિક હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેકિંગની તાજેતરની ઘટના બાદ ટ્વિટરને નોટિસ ફટકારી છે. આ મામલા સંલગ્ન એક સૂત્રએ જણાવ્યું કે CERT-INએ ટ્વિટરને હેકિંગની આ ઘટનાથી પ્રભાવિત થયેલા ભારતીય ગ્રાહકોની સંખ્યા અંગે સંપૂર્ણ જાણકારી આપવાનું કહ્યું છે. આ ઉપરાંત ટ્વિટરને એ પણ જણાવવાનું કહેવાયું છે કે આ ઘટનામાં કયા પ્રકારની સૂચનાઓ પ્રભાવિત થઈ છે.
નવી દિલ્હી: ભારતની સાઈબર સુરક્ષા એજન્સી સીઈઆરટી-ઈન (CERT-IN)એ વૈશ્વિક હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેકિંગની તાજેતરની ઘટના બાદ ટ્વિટરને નોટિસ ફટકારી છે. આ મામલા સંલગ્ન એક સૂત્રએ જણાવ્યું કે CERT-INએ ટ્વિટરને હેકિંગની આ ઘટનાથી પ્રભાવિત થયેલા ભારતીય ગ્રાહકોની સંખ્યા અંગે સંપૂર્ણ જાણકારી આપવાનું કહ્યું છે. આ ઉપરાંત ટ્વિટરને એ પણ જણાવવાનું કહેવાયું છે કે આ ઘટનામાં કયા પ્રકારની સૂચનાઓ પ્રભાવિત થઈ છે.
કઈ રીતે કરાયો હુમલો
સૂત્રએ જણાવ્યું કે CERT-INએ ટ્વિટરને પૂછ્યું છે કે કેટલાક ભારતીય ગ્રાહકોએ દુર્ભાવનાપૂર્ણ ટ્વિટ અને લિંકને વિઝિટ કરી હતી અને શું ટ્વિટરે પ્રભાવિત યૂઝર્સને તેમના પ્રોફાઈલની હેકિંગ તથા અનાધિકૃત ઉપયોગ અંગે જણાવ્યું છે. સરકારે હુમલાખોરોના હુમલાથી લોકો કઈ રીતે પ્રભાવિત થયા, તેની જાણકારી માંગી છે. આ સાથે હુમલાની પદ્ધતિ અંગે પણ વિગતો માંગી છે.
કાર્યવાહીનું વિવરણ માંગ્યુ
આ ઉપરાંત હેકિંગની ઘટનાના પ્રભાવને ઓછો કરવા માટે ટ્વિટર દ્વારા કરાયેલી સુધારાત્મક કાર્યવાહીની વિગતો માંગી છે. ટ્વિટર પાસેથી આ અંગે તત્કાળ કોઈ પ્રતિક્રિયા મળી શકી નથી. નોંધનીય છે કે ભારતીય કોમ્પ્યુટર ઈમરજન્સી પ્રતિક્રિયા ટીમ CERT-IN અનેક વૈશ્વિક ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ, જાણીતી હસ્તીઓ, વગેરેના એકાઉન્ટ હેકિંગના ખબરો બાદ કાર્યવાહીમાં લાગી ગઈ હતી.
મોટા લોકો થયા હતા ડેટાચોરીનો શિકાર
15-16 તારીખની રાતે ટ્વિટર પર અત્યાર સુધીનો સૌથી મોટો સાઈબર હુમલો થયો હતો. જેમાં અમેરિકાના અનેક હાઈપ્રોફાઈલ ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યાં હતાં. જેમાં અમેરિકી નેતાઓ જો બિડેન, ટેસ્લાના સીઈઓ એલન મસ્ક, માઈક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સ, અને એપલના અનેક મહત્વના એકાઉન્ટ સામેલ હતાં. ટ્વિટર હેન્ડલ હેક કર્યા બાદ આ એકાઉન્ટ્સથી એક ખાસ પ્રકારનો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમના એકાઉન્ટથી એક લિંક પોસ્ટ કરાઈ અને બિટકોઈન માંગવામાં આવ્યાં. ટ્વિટર હેન્ડલ હેક કરીને દાવો કરાયો કે લોકોના બિટકોઈન ડબલ કરીને પાછા અપાશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube