નવી દિલ્હીઃ Microsoft Office યૂઝરો હેકર્સના નિશાના પર છે. માઇક્રોસોફ્ટ પ્રમાણે હેકરોએ 62 દેશોમાં યૂઝરોના ટાર્ગેટ કર્યાં છે. જાણકારી પ્રમાણે હેકરો ડિસેમ્બર 2019થી MS Office યૂઝરોને નિશાન બનાવી રહ્યાં છે. હાલના સમયમાં કોરોના વાયરસ મહામારીનો સમય જોઈએ ફિશિંગ ઈમેલ દ્વારા લોકોને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જો તમે પણ એમએસ ઓફિસનો ઉપયોગ કરતા હોય તો તમારે ફેક મેલથી એલર્ટ રહેવાની જરૂર છે. માઇક્રોસોફ્ટે મંગળવારે પોતાના એક બ્લોગ પોસ્ટમાં આ જાણકારી આપી છે. કંપનીએ કહ્યું કે, આ સ્કેમ મોટા પાયે કરવાનો પ્રયાસ હેકરો કરી રહ્યાં છે જેથી ઘણા મિલિયન Microsoft Office 365 યૂઝર શિકાર બની શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાખો યૂઝરોને નિશાન બનાવવાની ફિરાકમાં હેકર્સ
માઇક્રોસોફ્ટે પોતાના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, આ ફિશિંગ કેમ્પેઇનને મોટા પાયા પર અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હેકરોએ એક સપ્તાહમાં લાખો Microsoft Office 365 યૂઝરોના એકાઉન્ટ તોડવાનો પ્રયાસ કર્યો છે. 


બિઝનેસ લીડર્સને નિશાન બનાવવા ઈચ્છે છે હેકર્સ
આ ફિશિંગ કેમ્પેન દ્વારા માઇક્રોસોફ્ટ યૂઝરો વિશ્વભરના ઘણા બિઝનેસ લીડર્સના એમએસ ઓફિસ એકાઉન્ટને તોડવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. બિઝનેસમેનના વાયર ટ્રાન્સફર પર પણ હેકર્સની નજર હતી. 


મોટોરોલાનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન Moto G 5G Plus લોન્ચ 


હેકર્સ પર માઇક્રોસોફ્ટે લગાવી લગામ
માઇક્રોસોફ્ટે પોતાના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, કોર્ટ પાસેથી મંજૂરી લઈને હેકર્સ તરફથી ઉપયોગ કરાતા ડોમેનને ટેક ઓવર કરી લેવામાં આવ્યા છે. આ ડોમેનનો ઉપયોગ યૂઝરોને ફિશિંગ મેલ મોકલવા માટે કરવામાં આવતો હતો. 


નકલી ઇમેલ મોકલી રહ્યાં છે હેકર્સ
માઇક્રોસોફ્ટ પ્રમાણે હેકર્સ યૂઝરોને ફસાવવા માટે નકલી ડોમેન્સનો ઉપયોગ કરીને ઈમેલ કરે છે જેમાં તે ખુદને મોટી કંપનીના કર્મચારી જણાવે છે. ઈમેલ દ્વારા હેકર્સ એપ્લીકેશન મોકલે છે. કંપની પ્રમાણે એપ્લીકેશન ખુબ ફેમિલિયર લુકિંગ હોય છે. તેની ઝાળમાં આવતા યૂઝરો અજાણતા એમએસ ઓફિસ 365ના એકાઉન્ટનું એક્સેસ હેકર્સને આપી બેસે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube