Hero Xoom 110 Price and Features: ભારતીય ગ્રાહકોમાં મોટરસાઇકલ જેટલી માંગ સ્કૂટરની છે. સ્કૂટર પર સવારી માત્ર આરામદાયક નથી, પરંતુ ગિયર્સ બદલવાની કોઈ ઝંઝટ પણ નથી. બજારમાં હોન્ડાથી લઈને સુઝુકી, ટીવીએસ અને હીરો મોટરકોર્પના અલગ-અલગ સ્કૂટર વેચાય છે. માર્કેટમાં 110cc થી 125cc સુધીના ઘણા સ્કૂટર ઉપલબ્ધ છે. પરંતુ આજે અમે તમને Hero MotoCorp ના સસ્તા અને લેટેસ્ટ સ્કૂટર વિશે જણાવી રહ્યા છીએ, જે ઘણી બધી સુવિધાઓની સાથે સારી માઈલેજ પણ આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Hero MotoCorp એ થોડા સમય પહેલા ભારતમાં તેનું Xoom 110 સ્કૂટર (Hero Xoom 110) લોન્ચકર્યું છે. આ કંપનીનું લેટેસ્ટ સ્પોર્ટી સ્કૂટર છે. ડિઝાઇનની વાત કરીએ તો Hero Zoom 110માં H-Shape LED DRLs અને પ્રોજેક્ટર LED હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે. તેની સૌથી મોટી વિશેષતા કોર્નરિંગ લેમ્પ્સ છે, જે સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર છે. આ ફીચર સામાન્ય રીતે પ્રીમિયમ મોટરસાઈકલમાં જોવા મળે છે.


આ પણ વાંચો:
IPL 2023 માં સૂર્યકુમાર યાદવની મોટી સિદ્ધિ, તુટતા-તુટતા રહી ગયો સચીનનો મોટો રેકોર્ડ!
સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી જોવા મળી Malaika Arora, જુઓ સિઝલિંગ વીડિયો 
most expensive rice: આ છે દુનિયાના સૌથી મોંઘા ચોખા, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો!


સુવિધાઓની લાંબી સૂચિ
હીરો Xoom 110 ને બ્લૂટૂથ કનેક્ટિવિટી, i3S સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ, USB ચાર્જર અને બૂટ લાઇટ સાથે અન્ડર-સીટ સ્ટોરેજ મળે છે. સ્કૂટરમાં 12-ઇંચના ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ અને કોમ્બી-બ્રેકિંગ સાથે ફ્રન્ટ ડિસ્ક બ્રેક છે. બ્લૂટૂથ કનેક્ટિવિટી ફીચર્સ કૉલ અને એસએમએસ એલર્ટ, લો-ફ્યુઅલ ઈન્ડિકેટર, થેફ્ટ એલર્ટ, ટ્રેક-માય-વ્હીકલ જેવી સુવિધા પણ મળે છે.


એન્જિન અને માઇલેજ
તેમાં 109 cc સિંગલ-સિલિન્ડર, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 8 bhp અને 8.7 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તે 45-50kmpl ની માઈલેજ મેળવી શકે છે.


કિંમત અને સ્પર્ધા
સ્કૂટરના બેઝ LX વેરિઅન્ટની કિંમત રૂ. 69,099 થી શરૂ થાય છે, ટોપ-સ્પેક ZX વેરિઅન્ટ માટે રૂ. 77199 સુધી જાય છે. તમામ કિંમતો એક્સ-શોરૂમ દિલ્હીની છે. તે Honda Dio, Honda Activa અને TVS Jupiter 110ને સીધી ટક્કર આપી શકે છે.


આ પણ વાંચો:
What To Do On Dog Bite: જો કૂતરુ કરડે તો પહેલા શું કરવું જોઈએ? એક્સપર્ટ પાસેથી જાણો
Cannes 2023 માં અનુષ્કા શર્માની એન્ટ્રી, ઓફ શોલ્ડર ગાઉનમાં રેડ કાર્પેટ પર મચાવી ધૂમ
Budh gochar 2023: આગામી 17 દિવસ આ 2 રાશિઓ પર આવી શકે છે મુસીબત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube