Nokia એ સસ્તી કિંમતમાં લોન્ચ કર્યો દમદાર 5G Smartphone, જાણો તેના ફીચર્સ
HMD Global એ Nokia ના ચાર મોડલ રજૂ કર્યા છે, જેમાં કંપનીનો સૌથી સસ્તો 5જી ફોન પણ છે. ડિઝાઇન લોકોને ખુબ પસંદ આવી રહી છે. આવો જાણીએ ફોનની કિંમત અને ફીચર્સ...
નવી દિલ્હીઃ HMD Global એ Nokia C100, Nokia C200, Nokia G100 અને Nokia G400 નામથી ચાર નવા હેન્ડસેટની જાહેરાત કરી છે. હાલમાં અનાવરણ કરવામાં આવેલી સી-સિરીઝ અને ઝી-સિરીઝના ફોન યૂએસમાં વેચવામાં આવશે, કંપની તેની કેટલીક ડિવાઇસ અન્ય બજારોમાં વેચી શકે છે. C100, C200, G100 અને G400 તમામની કિંમત 250 ડોલર (18620 રૂપિયા) થી ઓછો છે. ચારેય ફોનની કિંમત ઓછી છે, પરંતુ ફીચર્સ શાનદાર છે. આવો જાણીએ ચારેય ફોનની કિંમત અને ફીચર્સ...
Nokia C100, Nokia C200 Specifications And Price
Nokia C100 અને C200 મીડિયાટેક હીલિયો A22 ચિપસેટ, 3જીબી રેમ, 32જીબી બિલ્ટ-ઇન સ્ટોરેજ, એન્ડ્રોયડ 12 ઓએસ, 4,000mAh ની બેટરી અને સિંગલ રિયર-ફેસિંગ કેમેરા જેવા સામાન્ય સ્પેક્સ પ્રદાન કરે છે. C200 માં 6.1 ઇંચની મોટી ડિસ્પ્લે છે. Nokia C100 અને C200 ફોનની કિંમત ક્રમશઃ 99 ડોલર (7376 રૂપિયા) અને 119 (8866 રૂપિયા) છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube