How frequently should I restart my phone: આજકાલ ફોન આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. ફોટો ક્લિક કરવા, ઓફિસ મેઇલ ચેક કરવા, પેમેન્ટ કરવા, સોશિયલ મીડિયા હેન્ડલ કરવા, ફૂડ ઓર્ડર કરવા અને ટ્રેન બુક કરવા જેવી ઘણી બધી બાબતો માટે તેનો ઉપયોગ કરીએ છીએ. તેથી જરૂરી છે કે આપણો ફોન યોગ્ય રીતે કામ કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે ફોનને રિસ્ટાર્ટ કરવાથી ફોન લાંબા સમય સુધી સારી રીતે ચાલી શકશે. જ્યારે તમે તમારો ફોન  રિસ્ટાર્ટ કરો છો, ત્યારે તમે તેની તમામ પ્રોસેસને બંધ કરીને ફરીથી શરૂ કરો છો. આ તમારા ફોનની મેમરી અને પ્રોસેસરને રિફ્રેશ કરવામાં મદદ કરે છે, જેનાથી તેની ધીમું થવાની અને હેંગ થવાની શક્યતા ઓછી થઈ જાય છે.


અઠવાડિયામાં ત્રણ વખત કરવું જોઈએ રિસ્ટાર્ટ 
જ્યારે આપણે આપણો ફોન રીસ્ટાર્ટ કરીએ છીએ, ત્યારે તેનાથી આપણને ઘણો ફાયદો થાય છે. પરંતુ, તે દર અઠવાડિયે કેટલી વખત કરવું જોઈએ.. નિષ્ણાતો માને છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત ફોનને રિસ્ટાર્ટ કરવું જોઈએ.


મોબાઈલ કોમ્યુનિકેશન કંપની T-Mobile અનુસાર, iPhone અને Android ફોનને અઠવાડિયામાં લગભગ એક વાર રિસ્ટાર્ટ કરવી જોઈએ. આનાથી ફોનનું પ્રદર્શન સુધરે છે અને તે ધીમું થવાની અને હેંગ થવાની શક્યતા ઓછી કરે છે. સેમસંગનું કહેવું છે કે તેના ગેલેક્સી ફોન દરરોજ રીસ્ટાર્ટ થવા જોઈએ. આ ફોનના પ્રદર્શન અને સ્થિરતામાં સુધારો કરે છે. સેમસંગ ગેલેક્સી ફોનમાં ઓટો રીસ્ટાર્ટ સેટ કરવાનો વિકલ્પ પણ છે. 


આ પણ વાંચો:
કેદારનાથમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ, ગમે તેવા કપડા પહેરીને પણ નહિ જઈ શકાય
આ રાજ્યો માટે વરસાદની આગાહી, કાલથી 3 દિવસ મેઘરાજા ગુજરાતના આ વિસ્તારોને ધમરોળશે

મહત્વના કામ માટે જતા હોય ત્યારે ગાયને રોટલીમાં હળદર મુકી ખવડાવી દો, કાર્ય થશે સફળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube