AC નો ગેસ ભરવાના નામ પર થઈ રહી છે લૂંટ! આ રીતે ચેક કરો પૂરો થયો છે કે નહીં
AC Care Tips: જો તમે પણ તમારા એર કંડીશનરને રિપેર કરનાર મિકેનિકની વાતો પર આંખ બંધ કરીને વિશ્વાસ કરો છો તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે અને તેની પાછળ મોટુ કારણ છે.
નવી દિલ્હીઃ AC Low Cooling Issue: એર કંડીશનરમાં નાની-નાની સમસ્યા આવતી રહે છે, પરંતુ ગમે ત્યારે તમારા એર કંડીશનરમાં ગેસ લીકેજની સમસ્યા આવી રહી છે કે ગેસ પૂરો થઈ રહ્યો છે તો આ પ્રોબ્લેમ છે. હકીકતમાં એર કંડીશનર રિપેર કરનાર મિકેનિક જ્યારે પણ તમારા એર કંડીશનરને ચેક કરવા આવે છો તો કહે છે કે ગેસ લીક થઈ રહ્યો છે અને આ કારણે એસી ઠંડક આપતું નથી. જો તમારો મિકેનિક વારંવાર આ વાત કહી રહ્યો છે તો સમજી જવું કે દાળમાં કંઈક કાળુ છે. હકીકતમાં ગેસ લીક થવાની સમસ્યા સામાન્ય છે પરંતુ વારંવાર આમ થતું નથી. તેવામાં આજે અમને તમને જણાવી રહ્યાં છીએ કે તમે ખુદ કઈ રીતે જાણી શકો કો એર કંડીશનમાં ગેસ ભરાવવાની જરૂરીયાત છે કે નહીં.
આઉટર યુનિટમાં જોઈને કરો ચેક
જો તમારા ઘરમાં સ્પિલ્ટ એર કંડીશનર લાગેલું હોય તો તમે સરળતાથી તેનું આઉટર યુનિટ જોઈને ચેક કરી શકો છો કે તેમાં ગેસ લીકની સમસ્યા આવી રહી છે કે નહીં. તેની પ્રોસેસ સરળ છે અને તમારે કોઈ ટેક્નિકલ હેલ્પની જરૂર પડશે નહીં. તમારે બસ આઉટર યુનિટ જોવાનું છે અને તમને તેમાં લાગેલો પાઇપ જોઈને અંદાજ આવી જશે કે ગેસ લીકેજ થઈ રહ્યો છે કે નહીં, કારણ કે જ્યારે ગેસ લીક થાય છે ત્યારે તેના પાઇપ ઉપરથી તમને લીકેજ સ્પષ્ટ રીતે જોવા મળશે. ગ્રીસ અહીં એકઠું થવા લાગે છે અને સ્પષ્ટ દેખાય છે. જો લુબ્રિકેશન જરૂરી કરતાં વધુ હોય તો તમારે ગેસ ફિલિંગ કરાવવું પડશે નહીં તો તમારે તેની કોઈ જરૂર પડશે નહીં.
આ પણ વાંચો- અકસ્માતના સમયે એવું શું થાય કે કારમાં ઓટોમેટિક ખુલી જાય છે Airbag? જાણો કારણ
કુલિંગ જોઈને કરો ચેક
જો તમે અડધો કલાક કે તેનાથી વધુ સમયથી એર કંડીશનરને 17થી 20 ડિગ્રી વચ્ચે ચલાવી રહ્યાં છો અને તેમ છતાં કૂલિંગ મળી રહ્યું નથી તો તમારે સમજી જવુ જોઈએ કે તમારા એર કંડીશનરમાં ગેસ ફિલિંગની જરૂર છે કારણ કે સામાન્ય રીતે 17થી 20 ડિગ્રી પર એસીનો ઉપયોગ કરવા દરમિયાન 5થી 10 મિનિટની અંદર ઠંડક થઈ જાય છે. એટલે કે તમારા એસીમાં ગેસની જરૂર છે કે નહીં તે તમે જાતે પણ નક્કી કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube