અકસ્માતના સમયે એવું શું થાય કે કારમાં ઓટોમેટિક ખુલી જાય છે Airbag? જાણો શું છે તેની પાછળની ટેકનીક
Airbag Mandatory In Car:જેટલી વધુ એરબેગ એટલી વધુ સુરક્ષા. પરંતુ શું તમારા મનમાં સવાલ આવ્યો કે આ એરબેગ કઈ રીતે કામ કરે છે અને અકસ્માતની સ્થિતિમાં કઈ રીતે ઓટોમેટિક ખુલી જાય છે. આવો આ તમામ સવાલોના જવાબ જાણીએ.
Trending Photos
નવી દિલ્હીઃ Airbag Mandatory In Car: આજના સમયમાં દરેક વ્યક્તિ કાર ખરીદવાનું સપનું જુએ છે. હવે કાર લક્ઝરી કરતાં વધુ જરૂરી બની ગઈ છે. આવી સ્થિતિમાં, કારના ખરીદદારો પણ વધ્યા છે અને વધુને વધુ કાર બનાવતી કંપનીઓ તેમના ગ્રાહકોને મહત્તમ સુવિધાઓ આપવા માટે એક જ કારના ઘણા પ્રકારો લોન્ચ કરી રહી છે. પરંતુ કારમાં મજાની સાથે સાથે સેફ્ટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. માર્ગ પરિવહન મંત્રાલયે 1 ઓક્ટોબર, 2023 થી 8 સીટર કારમાં 6 એરબેગ્સ આપવાનું ફરજિયાત બનાવ્યું છે, જેથી કારમાં બેઠેલા લોકો અકસ્માતની સ્થિતિમાં સુરક્ષિત રહી શકે. જો કોઈ કાર અકસ્માતમાં મુસાફરનો જીવ બચાવે છે તો તે કારની એરબેગ છે. વધુ એરબેગ્સ વધુ સલામતી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એરબેગ કેવી રીતે કામ કરે છે અને અકસ્માતની સ્થિતિમાં તે આપમેળે કેવી રીતે ખુલે છે. અહીં તમે આ બધા પ્રશ્નોના જવાબ મળી જશે.
શું હોય છે (Airbag)
એરબેગ કોટનથી બનેલા બલૂન જેવી હોય છે, જે સિલિકોનથી કોટેડ હોય છે. સોડિયમ એઝાઇડ ગેસ એરબેગની અંદર ભરવામાં આવે છે અને એરબેગ વાહનના આગળના ડેશબોર્ડમાં ફીટ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વાહનો ગ્રાહકોને તેમની કારમાં એરબેગ્સ આપે છે, જેના કારણે કારની કિંમતોમાં પણ વધારો થયો છે.
કઈ રીતે કામ કરે છે એરબેગ (Airbag)
જ્યારે કારનું એક્સીડેન્ટ થાય છે કે તે કોઈ સાથે ટકરાય છે તો કારના બમ્પરમાં એક સેન્સર લાગેલું હોય છે, જે સીધુ એરબેગ સાથે જોડાયેલું હોય છે. આ સેન્સરથી એરબેગમાં કરંટ પહોંચે છે અને કારના ટકરાવાની સ્પીડ પ્રમાણે કારનું એરબેગ ખુલી જાય છે. ત્યારબાદ કેમિકલ નાઇટ્રોજન પેદા કરે છે, જેનાથી એરબેગ ફુલાઈ જાય છે.
એરબેગ ફુલી જાય છે અને તમારૂ શરીર એરબેગ સાથે ટકરાય છે. તેનાથી તમારા જીવ બચવા અને ઓછી ઈજા થવાની સંભાવના વધી જાય છે. નોંધનીય છે કે જ્યારે સેન્સરથી સંદેશ મળે છે, એરબેગ મિલીસેકેન્ડ્સમાં ખુલી જાય છે. પરંતુ શરીર પર થોડી ઈજાની સંભાવના બની રહે છે.
ક્યારે કામ નથી કરતી એરબેગ
જો તમારી કાર બંધ છે અને કારમાં ઇગ્નિશન ઓછું છે તો તેવા સમયે એરબેગ કામ કરશે નહીં. એરબેગને કામ કરવા માટે ઈલેક્ટ્રિસિટીની જરૂર હોય છે, જેની મદદથી એરબેગ કામ કરે છે અને અકસ્માતની સ્થિતિમાં તમારો જીવ બચાવે છે.
1 એર બેગની કિંમત
દેશમાં એક એરબેગની કિંમત 800 રૂપિયા છે. સાથે કેટલાક સેન્સર અને સપોર્ટિંગ એસેસરીઝ ઈન્સ્ટોલ કરવામાં આવે છે, ત્યારબાદ એરબેગની કિંમત 500 રૂપિયા સુધી વધી જાય છે. નોંધનીય છે કે એરબેગની પણ એક્સપાયરી હોય છે. તેથી એક સમય બાદ તેને રિપ્લેસ કરી દેવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે