નવી દિલ્હીઃ પાછલા વર્ષે જિયોએ પસંદગીના નંબર સ્કીમ શરૂ કરી હતી, જે હેઠળ ગ્રાહક પોતાની પસંદનો મોબાઈલ નંબર મેળવી શકે છે. આ સ્કીમમાં તમારે થોડો ચાર્જ આપવો પડશે. ત્યારબાદ તમે તમારા મોબાઈલ નંબરને કસ્ટમાઇઝ કરી શકો છો. પરંતુ ઘણા લોકો જાણતા નથી કે પોતાનો પસંદગીનો નંબર કઈ રીતે મેળવો? તેથી અમે તમને Jio Choice Number સ્કીમ વિશે અને તેનો ઉપયોગ કરી પોતાનો મનપસંદ નંબર મેળવવાની પ્રક્રિયા વિશે જણાવી રહ્યાં છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio Choice Number સ્કીમ શું છે?
આ સ્કીમ હેઠળ તમે માત્ર 499 રૂપિયા આપી પોતાના મોબાઈલ નંબરના છેલ્લા 4-6 આંકડા ખુદ પસંદ કરી શકો છો. મહત્વનું છે કે ભલે તમે તમારી પસંદગીનો નંબર દાખલ કરો, બની શકે કે તે ઉપલબ્ધ ન હોય. જિયો પોતાના પિન કોડ પ્રમાણે જ વિકલ્પ ઉપલબ્ધ કરાવશે. આ સુવિધા માત્ર  JioPlus પોસ્ટપેડ યુઝર્સ માટે છે અને આ સ્કીમનો ઉપયોગ કરવા સમયે તમને એક નવું સિમ કાર્ડ પણ મળશે.


કઈ રીતે મેળવશો તમારો કસ્ટમાઇઝ્ડ જિયો નંબર?
માય MyJio એપ/વેબસાઇટ કે પછી Jio Choice Number ની વેબસાઇટ પર જઈ આ સુવિધાનો ફાયદો ઉઠાવી શકો છો. તમે આ બંને રીતે નવું સિમ કાર્ડ મેળવી શકો છો. જાણો સંપૂર્ણ પ્રક્રિયા.


આ પણ વાંચોઃ 365 દિવસની વેલિડિટી સાથે આવતા બે ગજબના પ્લાન, 50GB વધુ ડેટા ફ્રી, કોલિંગ અને OTT


Jio Choice Number વેબસાઈટ દ્વારા
https://www.jio.com/selfcare/choice-number વેબસાઈટ ખોલો
તમારો વર્તમાન JioPostpaid Plus નંબર નાખી  OTP દ્વારા વેરિફિકેશન કરો.
વેરિફિકેશન બાદ તમને એક નવું પેજ દેખાશે જ્યાં તમે 4-6 અંક, નામ અને પિન કોડ નાખી શકો છો. હવે તમને તમારા પિન કોડ પ્રમાણે ઉપલબ્ધ નંબર જોવા મળશે.
તમારી પસંદગીનો નંબર પસંદ કરો અને પેમેન્ટ કરી નવું સિમ કાર્ડ મેળવો.


MyJio એપ દ્વારા
તમારા ફોનમાં MyJio એપ ખોલો અને મેન્યૂ સેક્શનમાં જાવો.
પસંદ કરેલા નંબર પર ક્લિક કરો અને અત્યારે બુક કરો પર ક્લિક કરો.
નવા નંબર માટે તમારૂ નામ, પિન કોડ અને પસંદગીના 4-5 આંકડા નાખો અને ઉપલબ્ધ નંબર પર ક્લિક કરો. તમારી પસંદગીનો નંબર પસંદ કરો
અત્યારે બુક કરો પર ક્લિક કરો. નવો નંબર મેળવવા માટે 499 રૂપિયાની ચુકવણી કરવી પડશે.