YouTube થી થાય છે છપ્પરફાડ કમાણી, 1000 વ્યૂઝ આવે તો કેટલા રૂપિયા મળે...ખાસ જાણો
How to make money from YouTube: યુટ્યૂબ આજે લોકોને ઘરે બેઠા લખપતિ બનાવી રહ્યું છે. પહેલા લોકો વેબસાઈટ બનાવીને બિઝનેસ વધારતા હતા અને હવે યુટ્યૂબ ચેનલ બનાવીને પૈસા રળી રહ્યા છે. પણ એક સવાલ લોકોના મનમાં હજુ પણ છે કે આખરે યુટ્યૂબથી કમાણી કેવી રીતે થતી હશે. આ સવાલ એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે યુટ્યૂબથી થઈ રહેલી અંધાધૂંધ કમાણીના કારણે યુપીના એક યુટ્યૂબરના ઘરે પોલીસની રેડ પડી અને આ રીતે તે આવકવેરાના રડાર પર આવી ગયો.
How to make money from YouTube: યુટ્યૂબ આજે લોકોને ઘરે બેઠા લખપતિ બનાવી રહ્યું છે. પહેલા લોકો વેબસાઈટ બનાવીને બિઝનેસ વધારતા હતા અને હવે યુટ્યૂબ ચેનલ બનાવીને પૈસા રળી રહ્યા છે. પણ એક સવાલ લોકોના મનમાં હજુ પણ છે કે આખરે યુટ્યૂબથી કમાણી કેવી રીતે થતી હશે. આ સવાલ એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે યુટ્યૂબથી થઈ રહેલી અંધાધૂંધ કમાણીના કારણે યુપીના એક યુટ્યૂબરના ઘરે પોલીસની રેડ પડી અને આ રીતે તે આવકવેરાના રડાર પર આવી ગયો. યુટ્યૂબર પર આરોપ છે કે તેણે ખોટી રીતે પૈસા કમાયા છે. આવામાં એકવાર ફરીથી યુટ્યૂબરની આવક પર ચર્ચા થઈ રહી છે. યુટ્યૂબથી કમાણી કેવી રીતે કરવી...જેવા સવાલોનો જવાબ શોધવા માટે લોકો ગૂગલ કરવા લાગ્યા છે.
YouTuber પર આવકવેરાનો સકંજો
જે યુટ્યૂબરની કમાણી પર સવાલ ઉઠી રહ્યા છે તેનું નામ તસ્લીમ ખાન છે. બીટેક કરી ચૂકેલા આ યુટ્યૂબર બરેલીના નવાબગંજનો છે. તસ્લીમે બે વર્ષ પહેલા ભાઈ સાથે મળીને એક યુટ્યૂબ ચેનલ Trading Hub 3.0 શરૂ કરી હતી. તેનો ભાઈ આ ચેનલનો મેનેજર છે. તે પોતાની ચેનલ પર શેર માર્કેટ સંબંધિત વીડિયો અને કન્ટેન્ટ નાખે છે. યુટ્યૂબ પર તસલીમના 99 હજારથી વધુ સબસ્ક્રાઈબર છે. ઘરેથી 24 લાખ કેશ મળી તો હડકંપ મચી ગયો અને આવકવેરા વિભાગની એન્ટ્રી થઈ ગઈ. આવામાં તમારા મનમાં પણ સવાલ હશે કે યુટ્યૂબથી શું ખરેખર આટલી કમાણી થાય છે કે આવકવેરાવાળાની રેડ પડે છે. ખાન બ્રધર્સે પોતાની સફાઈમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં તેમણે યુટ્યૂબથી કુલ 1.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેના બદલામાં તેમમે 40 લાખ રૂપિયાનો આવકવેરો પણ ચૂકવ્યો છે એટલે કે તેમણે કોઈ ખોટું કામ કર્યું નથી.
એક વીડિયોથી કન્ટેન્ટ ક્રિએટર્સને કેટલી કમાણી
લોકોના મનમાં ઉઠી રહેલા આવો જ એક સળગતો સવાલ એ છે કે એક વીડિયોથી યુટ્યૂબરને કેટલી કમાણી થતી હશે. તો તમારા આવા સવાલની જિજ્ઞાસા શાંત કરવા માટે જણાવી દઈએ કે યુટ્યૂબ અલગ અલગ ક્રિએટર્સને અલગ અલગ પેમેન્ટ કરે છે. આ પેમેન્ટ લોકોને ચેનલની કન્ટેન્ટ ક્વોલિટી, કેટેગરી અને તેના પર આવતા વ્યૂઝ પર મળતી હોય છે.
યુટ્યૂબથી કમાણી 1000 વ્યૂઝ પર કેટલા રૂપિયા મળે?
હકીકતમાં આ કંપની યુટ્યૂબ ક્રિએટર્સને તેના કન્ટેન્ટ પર આવતી એડ રેવન્યૂ શેર કરે છે. આ રેવન્યૂ શેર અલગ અલગ ક્રિએટર્સ માટે અલગ અલગ હોઈ શકે છે. પશ્ચિમી દેશોના મીડિયા રિપોર્ટ્સ મુજબ કન્ટેન્ટ ક્રિએટર્સ Ads રેવન્યૂનો 55 ટકા સુધીનો હિસ્સો કમાઈ શકે છે. જો કે તેના માટે યૂઝર્સYou Tube Partner Program નો હિસ્સો હોવા જોઈએ. આ પ્રોગ્રામને ક્વોલિફાય કરવા માટે યૂઝર્સના ચેનલ પર 500 સબસ્ક્રાઈબર્સ અને 3000 કલાકનો વોચ ઓવર ટાઈમ હોવો જરૂરી છે. હવે તો YouTube Shorts દ્વારા પણ ક્રિએટર્સને કમાણી થાય છે.
અમેરિકામાં ગત વર્ષ યુટ્યૂબર્સની એવરેજ મંથલી ઈન્કમ લગભગ 4 લાખ રૂપિયા સુધીની થઈ. સામાન્ય રીતે યુટ્યૂબ ક્રિએટર્સને લગભગ 1000 વ્યૂઝ પર 18.20 ડોલર (લગભગ 1650 રૂપિયા) સુધીની કમાણી થાય છે. જો કે આ એક આંકડો છે. કોઈ પણ ક્રિએટરની વાસ્તવિક આવક તેના કન્ટેન્ટ, ઓડિયન્સ, વ્યૂઝ, અને સબસ્ક્રાઈબર્સની સંખ્યા પર નિર્ભર કરે છે.
આજ કાલ તો યૂઝર્સ યુટ્યૂબ શોર્ટ્સ દ્વારા પણ પૈસા ઊભા કરે છે. આ ઉપરાંત મેમ્બરશીપ અને અન્ય રીતે પણ રેવન્યુ કમાઈ શકાય છે. બધુ મળીને યુટ્યૂબથી કમાણીના અનેક ઉપાય છે. આવામાં જો તમે પણ થોડા જાગૃત હોવ તો એક નાનો સેટઅપ લગાવીને યુટ્યૂબ ચેનલ ઊભી કરીને સારું કન્ટેન્ટ બનાવી કમાણી કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube