નવી દિલ્હી: તમે પણ YouTube પર વીડિયો, મ્યૂઝિક અને મૂવીઝ જોઇ શકે. જો તમે યૂટ્યૂબ પ્રીમિયમ મેમ્બરશિપનું સબ્સક્રિપ્શન લીધું નથી, તો પછી ફોનના બેકગ્રાઉન્ડમાં યૂટ્યૂબ Videos ને ચલાવી શકશો નહી. એટલે તમે યૂટ્યૂબ પરથી જેવા બીજી કોઇ એપ્સ અથવા સાઇટ પર જશો. યૂટ્યૂબનો વીડિયો બંધ થઇ જશે. પરંતુ જે પ્રીમિયમ યૂઝર છે. તે યૂટ્યૂબ વીડિયોઝને બેકગ્રાઉન્ડમાં ચલાવી શકો છો. જો તમે ઇચ્છો તો ફ્રીમાં પણ પોતાના Android અને iOS ડિવાઇસ પર યૂટ્યૂબ વીડિયોને બેકગ્રાઉન્ડમાં ચલાવી શકો છો, પરંતુ તેના માટે તમારે આ રીત અજમાવવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Android ડિવાઇસ પર 
- તેના માટે youtube.com ને Google Chrome બ્રાઉઝરમાં ઓપન કરો. 
- પેજ લોડ થયા બાદ ટોપ-રાઇટમાં થ્રી-ડોટ્સવાળા વર્ટિકલ આઇકોન પર ટેપ કરો અને અહીં ડેસ્કટોપ સાઇટને સિલેક્ટ કરો.
- હવે કોઇપણ વીડિયોને સર્ચ કરી ઓપન કરી લો. હવે બીજા પેજ પર તમનો વીડિતો આપમેળે પ્લે થવા લાગશે.
- તમે નોટિફિકેશન શેડ્સને નીચેની તરફ ખેંચો. તમે તે વીડિયોનું મીડિયા કંટ્રોલ જોઇ શકશે. જેને તમે અત્યારે ઓપન કર્યો હતો. 
- હવે બસ તમે પ્લે પર ટેપ કરો અને બેકગ્રાઉન્ડમાં તમાનો વીડિયો ચાલવાનો શરૂ થઇ જશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube