નવી દિલ્હીઃ How to use Google Passkey: ગૂગલ પાસકી (Passkey)ગૂગલ દ્વારા વિકસિત એક પાસવર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (Password Management System) છે, જે યૂઝર્સને અલગ-અલગ વેબસાઇટ અને એપ્લીકેશનના લોગિન ક્રેડેન્શિયલને સ્ટોર રાખવા અને મેનેજ કરવાની સુવિધા આપે છે. તે આવ્યા બાદ હવે કોઈ એપ્લીકેશન પર પ્રાઇવેસી માટે પાસવર્ડ યાદ રાખવાની જરૂર રહેશે નહીં. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે Google Passkey સાઇબર હુમલાને ઘટાડવાનું કામ કરશે અને સુરક્ષાની દ્રષ્ટિએ સારૂ પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ માટે કરવામાં આવ્યું ડિઝાઇન
Google Passkey ટૂલને યૂઝર્સના પાસવર્ડને ટ્રેક રાખવા અને વેબસાઇટ તથા એપ્લીકેશન એકાઉન્ટ માટે મજબૂત પાસવર્ડ બનાવી ઓનલાઇન સુરક્ષામાં સુધાર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેને સેટ કરવા માટે પોતાનો ફોન, લેપટોપ કે ડેસ્કટોપ પર ક્રોમમાં જઈને  g.co/passkeys સર્ચ કરવી પડશે. આ પેજ ખુલ્યા બાદ, ત્યાં તમારો જીમેલ પાસવર્ડ દાખલ કરવો પડશે. લોગિન કર્યા બાદ ઓટોમેટિક તમારો Passkey જનરેટ થઈ જશે. ત્યારબાદ પાસેનું બટન ક્લીક કરવું પડશે. આમ કરવાથી તમારા ફોન પર એક પિન આવશે. તેને વેરિફાય કર્યા બાદ Passkey એનેબલ થવાનો કન્ફર્મેશન મેસેજ તમને મળી જશે. 


આ પણ વાંચોઃ Jio Recharge: એક વર્ષથી પણ લાંબુ ચાલશે Jio નું આ શાનદાર રિચાર્જ, માણો અનલિમિટેડ મજા!


વધી જશે ડેટાની સુરક્ષા
મોટા ભાગના લોકો એકથી વધુ એકાઉન્ટમાં એક જ પાસવર્ડ યૂઝ કરે છે, જે યૂઝર્સની પ્રાઇવેસી અને ડેટા સુરક્ષાની દ્રષ્ટિએ ખતરનાક છે. Google Passkey નો ઇરાદો યૂઝર્સના ખાતા માટે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવો અને તેને મેનેજ કરવાનું છે. હવેથી યૂઝર્સને માત્ર એક માસ્ટર પાસવર્ડ યાદ રાખવાની જરૂરીયાત હશે અને Google Passkey બાકી બધાનું ધ્યાન રાખશે. 


ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેટનો ઉપયોગ વધવાથી સુરક્ષાની દ્રષ્ટિએ ઘણા પડકાર પણ સામે આવ્યા છે. આ દરમિયાન અલગ-અલગ વેબસાઇટો અને એપ્લીકેશનને લોગિન કરવા માટે અલગ-અલગ પાસવર્ડ બનાવવા પડે છે અને તેને યાદ રાખવા પડે છે. દરેક માટે અલગ-અલગ પાસવર્ડ યાદ રાખવાનું કામ મુશ્કેલ છે. Google Passkey બાયોમેટ્રિક ઓર્થેન્ટિકેશન કે પિનના રૂપમાં હશે જેની મદદથી બાકી બધા પાસવર્ડને મેનેજ કરવામાં સરળતા રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube