Update New Photo To Aadhar Card: આધાર કાર્ડ(AADHAR CARD)નો ઉપયોગ બેન્ક એકાઉન્ટ ખોલાવવાથી લઈને આવકવેરો, સ્કુલમાં એડમિશન સહિતના અનેક કાર્યોમાં ઉપયોગમાં લઈ શકાય છે. આધાર કાર્ડમાં તમારું નામ, જન્મતિથિ, આધાર નંબર, ફોટોગ્રાફ અને બાયોમેટ્રિક ડેટા જેવી જાણકારી ઉપલબ્ધ હોય છે. આ દસ્તાવેજ ભારતમાં કોઈ પણ વ્યક્તિની ઓળખ અને તેના સરનામાં માટેનું પ્રુફ છે. દેશનો દરેક નાગરિક કોઈ પણ ઉમરે આધારકાર્ડ મેળવવા માટે અરજી કરી શકાય છે. આધાર કાર્ડ બનાવવા માટે મોટાભાગના કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે અરજકર્તાનો ફોટો ખરાબ આવે છે, તે ફોટો ઓળખવો મુશ્કેલ બની જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


BSNL આપી રહ્યું છે 3 રૂપિયામાં 180 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ, રોજ 2 GB ડેટા


મચ્છર ભગાડવાનું મશીન કેટલી વીજળી વાપરે ખબર છે તમને? જાણીને થશે આશ્ચર્ય


UIDAI:પહેલાંથી વધારે સુરક્ષિત થયું તમારું આધાર કાર્ડ, કોઈ મિસયૂઝ કરે તો મળશે માહિતી


જો તમને પણ આધારકાર્ડમાં ફોટો યોગ્ય ન લાગતો હોય અને તમે બદલવા માગો છો તો આ કાર્ય તમે સરળતાથી કરી શકો છો. UIDAIએ આધારકાર્ડ યુઝર્સને ફોટો અપલોડ કરવાની મંજૂરી આપી દીધી છે. પહેલા તમારે ઓનલાઈન અરજી કરવી પડશે અને ત્યારબાદ તમારા નજીકના કેન્દ્ર પર નીચે દર્શાવેલ નિયમોને ફોલો કરવા પડશે:


1. આધારકાર્ડમાં ફોટો બદલવા માટે નીચેના મુદ્દા સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો
2. સૌથી પહેલા તો તમારે આધારની ઓફિશિયલી વેબસાઈટ પર લોગ ઈન થવું
3.હવે આધારકાર્ડનું ફોર્મ ભરો,અને તેમાં આધારકાર્ડ નંબર દાખલ કરો
4.આ પ્રક્રિયા બાદ નજીકના સેન્ટરમાં જાઓ જ્યા આધારકાર્ડની કામગીરી થતી હોય
5. આધાર સેન્ટરમાં તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે
6. હવે તમારી પાસે વોટર આઈડી કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, રાશનકાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ સહિતના કોઈપણ દસ્તાવેજ હોવા જોઈએ
7. તમારે આધાર સેન્ટર પર તમારું આધાર કાર્ડ સાથે લઈ જવું પડશે
8.ત્યા સેન્ટર પર હાજર કર્મચારી તમારા પાસેથી ફોટો અને બાયોમેટ્રિક જાણકારી માગશે
9. ત્યાથી તમને એક Acknowledge સ્લિપ આપવામાં આવશે, જેમાં તમારો URN હશે
10. તમે આધારના સ્ટેટસ ચેક કરવા માટે URNનો ઉપયોગ કરી શકશો
11. બધી જાણકારી અપડેટ થવા માટે બેંગ્લુરુ સેન્ટર સુધી જશે
12. અપડેટ થવા બાદ આધાર કાર્ડ 2 અઠવાડિયાની અંદર તમારા રજિસ્ટર્ડ એડ્રેસ સુધી પહોંચશે
13. ફોટો બદલવાની પ્રક્રિયામાં તમારે 25 રૂપિયા સાથે GST ચાર્જ લાગશે
14. આધાર કાર્ડના ફોટાને ઓનલાઈન બદલી શકાય નહી. આધિકારીક રીતે આ પદ્ધતિ એડ્રેસમાં બદલાવ માટેની છે.