Aadhaar Card: ટીપટોપ થઈને મોડેલની જેમ ફરો છો પણ આધારકાર્ડ બતાવી શકતા નથી તો આ ટિપ્સ અજમાવો, ફોટો થઈ જશે ચેન્જ
How to update photo in Aadhaar card: જો તમને તમારા આધાર કાર્ડ પર લાગેલો ફોટો પસંદ આવતો નથી તો આજે અમે તમને તે ફોટો અપડેટ કરવાની રીત જણાવી રહ્યાં છીએ.
નવી દિલ્હીઃ Aadhaar Card Photo: ઘણીવાર લોકોને આધારકાર્ડની કોપી આપતા શરમ આવે છે. કારણ કે એમાં ફોટોગ્રાફની ક્વોલિટી એટલી ખરાબ હોય છે કે તમને પણ આ ફોટો જોઈને શરમ આવે છે. શું આધાર કાર્ડ પરનો તમારો ફોટો સારો નથી લાગતો ? તો હવે રાહ કોની જોઈ રહ્યા છો. તેને બદલવો હોય તો અમે તમને સૌથી સહેલો રસ્તો બતાવી રહ્યાં છીએ, આ રહી સરળ રીત. તો ચાલો આપણે જાણીએ કે આધારકાર્ડ પરનો ફોટો કેવી રીતે સરળતાથી બદલી શકાય છે. જો તમને લાગે છે કે તમારા આધાર કાર્ડમાં રહેલો તમારો ફોટો ઘણો ગંદો છે અને તમને નથી ગમતો, તો તમે તેને ખુબ સરળ રીતે બદલાવી શકો છો.
Aadhaar Card Photo Change: UIDAI અગાઉ આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઇલ નંબર તેમજ ફોટોગ્રાફ અપડેટ કરવા માટે ઑનલાઇન સુવિધા પ્રદાન કરતી હતી, પરંતુ હવે ઑનલાઇન પ્રક્રિયા ફક્ત સરનામાં બદલવા માટે ઉપલબ્ધ છે. નામ, મોબાઇલ નંબર, જન્મ તારીખ, ઇ-મેઇલ સરનામું અને ફોટોગ્રાફ બદલાવ જેવા અન્ય ફેરફારો માટે, તમારે ઑફલાઇન પ્રક્રિયા કરવી પડશે. શું આધાર કાર્ડ પરનો તમારો ફોટો સારો નથી લાગતો ? તો હવે રાહ કોની જોઈ રહ્યા છો તેને બદલો, આ રહ્યો સૌથી સહેલો રસ્તો.. આ રહી સરળ રીત. તો ચાલો આપણે જાણીએ કે આધારકાર્ડ પરનો ફોટો કેવી રીતે સરળતાથી બદલી શકાય છે. જો તમને લાગે છે કે તમારા આધાર કાર્ડમાં રહેલો તમારો ફોટો ઘણો ગંદો છે અને તમને નથી ગમતો, તો તમે તેને ખુબ સરળ રીતે બદલાવી શકો છો. તમને જણાવી દઈએ કે, આજના સમયમાં આધાર કાર્ડ સરકારી સુવિધાઓનો લાભ લેવા કે આઈકાર્ડ માટેનો એક ઘણો જ જરૂરી પુરાવો છે. એવામાં આધાર કાર્ડ સાથે જોડાયેલા કોઈ પણ અપડેટની જાણકારી લોકોને જરૂર ખબર હોવી જોઈએ.
આ પણ વાંચોઃ Jio ને ટક્કર આપવા આ કંપનીએ લોન્ચ કર્યો દમદાર પ્લાન, દરરોજ 3GB ડેટા અને OTT ફ્રી
બેંકોમાં જવાની જરૂર નથી
- સૌ પહેલાં આપ UIDAIની ઓફિશિયલ વેબસાઇટને ઓપન કરો.
-Get Aadhaar પર ક્લિક કરો. તેમાં અનેક વિક્લ્પ મળશે જેમાં BOOK AN APPOINTMENT પર ક્લીક કરો
- તેમાં આપને બે વિકલ્પ મળશે Book an Appointment at UIDAI run Aadhaar Seva Kendra
- અને બીજો Book an Appointment at Registrar run Aadhaar Seva Kendra નીચે PROCEED TO BOOK APPOINMENT પર કલીક કરો
- ક્લીક કર્યા બાદ ONLINE ADHAR SERVICES પેજ ખુલશે તે પેજમાં આપને INDIAN RESIDENT અને NON RESIDENT INDIAN આ બંન્ને ઓપ્શન દેખાશે જેમાંથી એક પર ક્લીક કરીને આપનો રજીસ્ટર - મોબાઈલ નંબર એન્ટર કરો અને કેપ્ચા કોડ એન્ટર કરો
- ત્યારબાદ SEND OTP નુ આપને ઓપ્શન દેખાશે તેના પર ક્લીક કરશો એટલે એક OTP આપના રજીસ્ટર મોબાઈલ નંબર પર આવશે
- OTP આપને ENTER OTP ના ખાનામાં એન્ટર કરી વેરીફાઈ કરી SUBMIT OTP &PROceed પર ક્લીક કરો
- ત્યારબાદ એક પેજ ઓપન થશે જેમાં NEW ENROLMENT અને UPDATE ADHAR આવશે
- જેમાં આધારકાર્ડનો ફોટો બદલવા માટે અપડેટ આધાર પર ક્લીક કરો
- ક્લીક કર્યા બાદ ENTER DETAILS AS PER ADHAR પર તમારુ નામ અને આધાર નંબર એડ કરો જેમાં નીચેના ખાનામાં તમને પૂછવામા આવશે
- What Do You Want To Update તમારે તમારા આધારમાં કઈ નામ જેન્ડર જન્મતારીખ મોબાઈલ નંબર ઈ-મેલ આઈડી એડ્રરેસ કે બાયોમેટ્રીક નીચે આપને ઘણા ઓપ્શન આપેલા હશે
- આપે ફોટો બદલવા માટે બાયોમેટ્રીક પર ક્લીક કરવાનુ રહેશે એ પછી પ્રોસેસ પર ક્લીક કરી ok પર ક્લીક કરશો તો તમારી પૂરી માહિતિ આપને બતાવશે..અને નીચે સાઈડમાં SAVE & PROCEED પર કલીક કરવાનુ રહેશે તેમાં તમારે SUBMIT પર ક્લીક કરવાનુ રહેશે
- YOUR APPLICATION HAS BEEN SUBMITTED પેજમાં તમારુ ID બતાવશે જે તમારે તમારા નજીકના આધારકાર્ડ સેન્ટર પર લઈ જવાનુ રહેશે અને ત્યાં તમારે ચાર્જીસ ચૂકવાના રહેશે જેથી તમારા આધારકાર્ડમાં ફોટો બદલી જશે...તમે આ ડિટેઈલસની પ્રીન્ટ પણ લઈ શકો છો...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube