Jio ની બમ્પર ઓફર, એક રિચાર્જમાં મહિનાભર ચાલશે 4 જિો નંબર, સાથે ફ્રી કોલિંગ અને ડેટા
જિયો પોતાના યૂઝર્સ માટે શાનદાર ઓફર લાવ્યું છે. કંપની એક એવો પ્લાન આપી રહી છે, જેમાં જિયો યૂઝર્સ એક નંબરમાં રિચાર્જ કરાવી 4 સિમ ચલાવી શકે છે. આ બધા યૂઝર્સને ફ્રી કોલિંગ અને ડેટાનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોની ઓળખ સસ્તા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ કરાવનારી કંપની તરીકે છે. જિયો હંમેશા પોતાના યૂઝર્સ માટે સસ્તા અને પૈસા વસૂલ પ્લાન ઓફર કરે છે. જિયોની પાસે અનેક રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે, તમે તમારી જરૂરીયાત પ્રમાણે તેની પસંદગી કરી શકો છો. જિયો માત્ર પ્રીપેડ જ નહીં પરંતુ પોસ્ટપેડ યૂઝર્સને પણ સારી સુવિધા આવે છે. કંપનીની પાસે એક એવો પ્લાન છે, જેમાં જિયો યૂઝર્સને માત્ર એક નંબર પર રિચાર્જ કરાવી 4 સિમ ચલાવવાની સુવિધા આપે છે.
હકીકતમાં જિયોના જે પ્લાનની વાત કરવામાં આવી રહી છે તે એક ફેમેલી પ્લાન છે, જેમાં કંપની પોતાના ગ્રાહકોને શાનદાર ઓફર આપી રહી છે. જિયોનો આ ફેમેલી પ્લાન 399 રૂપિયામાં આવે છે. તેમાં જિયો યૂઝર્સ 30 દિવસ સુધી ચાર જિયો નંબર ચલાવી શકે છે. એટલે કે એક ખર્ચમાં 4 લોકો ફ્રી કોલિંગ અને ડેટાનો ફાયદો લઈ શકે છે.
ફ્રી કોલિંગ સાથે મળશે ફ્રી ડેટા
જો તમારા ઘરમાં એકથી વધુ લોકો જિયોના સિમનો ઉપયોગ કરે છે તો આ પ્લાન તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. જિયો 399 રૂપિયાના ફેમેલી પ્લાનમાં એક સાથે બધા લોકોને ડેટા, ફ્રી કોલિંગ અને એસએમએસની સુવિધા આપે છે. આવો આ પ્લાન વિશે જાણીએ.
આ પણ વાંચોઃ 24 ઓક્ટોબર પછી આ ફોન પર નહીં ચાલે WhatsApp, ચેક કરો તમારો મોબાઈલ લિસ્ટમાં છે કે નહીં
જો તમે 399 રૂપિયાવાળો ફેમેલી પ્લાન લો છો તો તમને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે 75GB ડેટા આપવામાં આવે છે. આ સાથે તમને ફ્રી મેસેજ મોકલવાની સુવિધા મળશે. જો તમે પહેલાથી જિયો યૂઝર્સ છો તો તમને કંપની એક મહિનાની ફ્રી ટ્રાયલ ઓફર આપી રહી છે. તેનો મતલબ છે કે તમે રિચાર્જ કરાવ્યા વગર પ્લાનનો ફાયદો ઉઠાવી શકો છો.
ખર્ચ કરવા પડશે આટલા રૂપિયા
જિયોના 399 રૂપિયાવાળા ફેમેલી પ્લાનમાં કેટલીક કંડીશન છે. જો તમે આ પ્લાનમાં 3 અન્ય મેમ્બર્સ જોડી શકો છો પરંતુ પ્રત્યેક વ્યક્તિને જોડવા માટે તમારે 99 રૂપિયાની ચુકવણી કરવી પડશે. આ રીતે આ પ્લાન લેવા માટે મહિને કુલ 696 રૂપિયા ચુકવવા પડશે. આ પ્લાનમાં તમારે 500 રૂપિયા સિક્યોરિટી તરીકે ડિપોઝિટ આપવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube