વિશ્વનો સૌથી અનોખો ફોન લોન્ચ, એક-બે નહીં 3 વખત ફોલ્ડ થઈ જશે સ્ક્રીન, જાણો કિંમત અને ફીચર્સ
Huawei Mate XT Ultimate Design Launched: હુવાવે મેટ એક્સટી અલ્ટીમેટ ડિઝાઇન સ્માર્ટફોનને 1 ટીબી સુધી સ્ટોરેજ, 5600mAh મોટી બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો ભાવ અને ફીચર્સ...
નવી દિલ્હીઃ Huawei Mate XT Ultimate Design Launched: હુવાવેએ આઈફોન 16 સિરીઝ લોન્ચ થયા બાદ વિશ્વનો પ્રથમ ટ્રાઈ-ફોલ્ડ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. ત્રણવાર ફોલ્ડ થનાર વુવાવે મેટ એક્સટી અલ્ટીમેટ ડિઝાઇનમાં સંપૂર્ણ રીતે અનફોલ્ડ થવા પર 10.2 ઈંચની મોટી સ્ક્રીન મળે છે. આ ફોનમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી, 5600mAh ની બેટરી અને 1TB સુધી ઇનબિલ્ડ સ્ટોરેજ જેવા વિકલ્પ આપવામાં આવ્યા છે. જાણો હુવાવે મેટ એક્સટી અલ્ટીમેટ ડિઝાઇનની કિંમત અને ફીચર્સ વિશે.
Huawei Mate XT Ultimate Design Price
Huawei Mate XT અલ્ટીમેટ ડિઝાઇનના 16 GB RAM અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,999 CNY (લગભગ રૂ. 2,35,900) છે. ફોનના 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21,999 યુઆન (આશરે રૂ. 2,59,500) અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23,999 યુઆન (આશરે રૂ. 2,83,100) છે.
હેન્ડસેટ ડાર્ક બ્લેક અને કોટન રેડ કલર ઓપ્શનમાં મેળવી શકાય છે. ફોન Huawei Vmall પરથી પ્રી-ઓર્ડર કરી શકાય છે. ચીનમાં હેન્ડસેટનું વેચાણ 20 સપ્ટેમ્બરથી શરૂ થશે.
આ પણ વાંચોઃ Jio ના આ પ્લાનમાં 365 દિવસ સુધી દરરોજ મળશે 2.5જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને SMS
Huawei Mate XT Ultimate Design Features
હુવાવે મેટ એક્સટી અલ્ટીમેટ ડિઝાઇન સ્માર્ટફોનમાં 10.2 (3,184×2,232 પિક્લસ) ફ્લેક્સિબલ LTPO OLED સ્ક્રીન આપવામાં આવી છે અને એકવાર ફોલ્ડ કરવા પર આ સ્ક્રીન 7.9 ઇંચ (2,048×2,232 પિક્સલ) રહી જાય છે. જ્યારે બે વખત ફોલ્ડ કરવા પર ફોનમાં 6.4 ઇંચની મોટી સ્ક્રીન (1,008×2,232 પિક્સલ) મળે છે.
કંપનીએ હજુ સુધી Huawei Mate XT Ultimate Design ના ચિપસેટની જાણકારી આપી નથી. આ ફોનમાં 16 જીબી સુધી રેમ મળે છે. ડિવાઇસમાં 256 જીબી, 512 જીબી અને 1 ટીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યો છે. હુવાવેના આ સ્માર્ટફોનમાં પાવર આપવા માટે 5600mAh ની બેટરી આપવામાં આવી છે, જે 66W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
હુવાવેના ત્રણ વખત ફોલ્ડ થનાર સ્માર્ટફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) અને વેરિએબલ અપર્ચરની સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, અપર્ચર એફ/2.2 ની સાથે 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ અને OIS, 5.5 ઓપ્ટિકલ ઝુમ તથા અપર્ચર એફ/3.4 ની સાથે 12 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા ડિસ્પ્લે પર વચ્ચે આપવામાં આવેલા હોલ-પંચ કટઆઉટમાં આપવામાં આવ્યો છે.
કનેક્ટિવિટી માટે Huawei Mate XT Ultimate Design નું ડાઇમેન્શન 156.7x73x12.8mm અને વજન 298 ગ્રામ છે. ડિવાઇસમાં 5G, 4G LTE,વાઈ-ફાઈ 6, બ્લૂટૂથ 5.2, જીપીએસ, એનએફસી અને યુએસબી 3.1 ટાઈપ સી પોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનમાં સાઇડ પર એક ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળે છે.