Jio નો કોઈ મુકાબલો નહીં, 1 વર્ષના આ પ્લાને વધારી બધાની ચિંતા, યુઝર્સને સસ્તામાં મળશે વધુ ફાયદો

દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ 3599 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં યુઝર્સને 1 વર્ષ સુધી ડેટા, કોલિંગ અને એસએમએસનો ફાયદો આપવામાં આવી રહ્યો છે.

Jio નો કોઈ મુકાબલો નહીં, 1 વર્ષના આ પ્લાને વધારી બધાની ચિંતા, યુઝર્સને સસ્તામાં મળશે વધુ ફાયદો

નવી દિલ્હીઃ Jio તરફથી અનેક રિચાર્જ પ્લાન યુઝર્સને ઓફર કરવામાં આવે છે. આજે અમે તમને એક એવા રિચાર્જ પ્લાનની જાણકારી આપવાના છીએ જે ઘણા દિવસથી ટ્રેન્ડમાં છે. સાથે આ પ્લાને ઘણા લોકોની ચિંતા વધારી દીધી છે. આ પ્લાનને તમે પેટીએમ, ફોન પે કે ગૂગલ પે કોઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરી ખરીદી શકો છો. પરંતુ આ દરમિયાન તમારે તેના બેનિફિટ્સ જાણવા જરૂરી છે. તો આવો તમને તેના બેનિફિટ્સ વિશે જણાવીએ.

Jio 3599 Prepaid Plan-
Jio ના 3599 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તે 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસની સુવિધા આપવામાં આવે છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2.5જીબી ડેટા આપવામાં આવે છે અને તે 365 દિવસ માટે વેલિડ છે. તેની સૌથી મોટી ખાસિયત છે કે તેમાં યુઝર્સને અનલિમિટેડ 5જી ઈન્ટરનેટ સર્વિસ આપવામાં આવે છે.

Jio તરફથી આ પ્લાનને આઠમી એનિવર્સરી પર લાગવામાં આવ્યો છે. સબ્સક્રાઇબર્સ બેઝ પણ તેની મદદથી વધી શકે છે. જિયોનો આ પ્લાન ખરીદશો તો 175 રૂપિયા સુધીના અલગ બેનિફિટ્સ પણ મળી શકે છે. તેમાં 10 OTT અને 10 GB સુધી ડેટા વાઉચર મળી શકે છે. તેનો લાભ તમે 28 દિવસ સુધી ઉઠાવી શકો છો. Ajio થી ઓર્ડર કરવા પર સીધી 500 રૂપિયાની છૂટ મળી શકે છે. પરંતુ તે પસંદગીની પ્રોડક્ટ્સ પર મળશે. તેની મદદથી ત્રણ મહિના માટે Zomato Gold Membership પણ મળવાની છે.

Airtel 3599 Plan-
એરટેલ તરફથી આવનાર પ્લાનની વાત કરીએ તો તેની વેલિડિટી પણ 365 દિવસ મળી રહી છે. યુઝર્સને તેની મદદથી અનલિમિટેડ કોલિંગ અને 100 SMS પ્રતિ દિન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. તેમાં પણ યુઝર્સને 5જી ઈન્ટરનેટ સહિત ઘણા બેનિફિટ્સ આપવામાં આવે છે.

તુલના કરીએ તો જિયો યુઝર્સને વધુ ડેટા દરરોજ મળી રહ્યો છે. જિયો તરફથી યુઝર્સને દરરોજ 2.5જીબી ડેટા મળી રહ્યો છે, જ્યારે એરટેલ તરફથી 2જીબી ડેટા મળી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news