Redmi Note 5 Pro ની કિંમતમાં ધરખમ ઘટાડો, હવે મળશે આટલા રૂપિયામાં
ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ ભારતમાં પોતાના 5 વર્ષ થતાં ગ્રાહકોને 5 સરપ્રાઇઝ આપવાનો વાયદો કર્યો હતો. જેના લીધે હવે પોતાના વાયદા પર અડગ રહેતા કંપનીએ પોતાના ગ્રાહકોને સરપ્રાઇઝ આપી છે. કંપનીએ ભારતમાં રેડમી નોટ 5 પ્રોના ભાવમાં ધરખમ ઘટાડો કરતાં પહેલો વાયદો પુરો કર્યો છે. શાઓમી 2019ની શરૂઆતામં જ ઘણા મોબાઇલના ભાવમાં ઘટાડો કરી ચૂકી છે. હમણાં થોડા દિવસો પહેલાં કંપનીએ Mi A2 ના ભાવમાં ઘટાડો કર્યો હતો. ભાવમાં ઘટાડા બાદ રેડમી નોટ 5 પ્રો હવે 12,999 રૂપિયામાં મળશે, જ્યારે તેનું બીજું વર્જન 13,999 રૂપિયામાં ગ્રાહકોને ઉપલબ્ધ થશે.
નવી દિલ્હી: ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ ભારતમાં પોતાના 5 વર્ષ થતાં ગ્રાહકોને 5 સરપ્રાઇઝ આપવાનો વાયદો કર્યો હતો. જેના લીધે હવે પોતાના વાયદા પર અડગ રહેતા કંપનીએ પોતાના ગ્રાહકોને સરપ્રાઇઝ આપી છે. કંપનીએ ભારતમાં રેડમી નોટ 5 પ્રોના ભાવમાં ધરખમ ઘટાડો કરતાં પહેલો વાયદો પુરો કર્યો છે. શાઓમી 2019ની શરૂઆતામં જ ઘણા મોબાઇલના ભાવમાં ઘટાડો કરી ચૂકી છે. હમણાં થોડા દિવસો પહેલાં કંપનીએ Mi A2 ના ભાવમાં ઘટાડો કર્યો હતો. ભાવમાં ઘટાડા બાદ રેડમી નોટ 5 પ્રો હવે 12,999 રૂપિયામાં મળશે, જ્યારે તેનું બીજું વર્જન 13,999 રૂપિયામાં ગ્રાહકોને ઉપલબ્ધ થશે.
48 MP કેમેરા સાથે Redmi Note 7 લોંચ, Note 7 પ્રોનું એલાન, જાણો કિંમત અને ફીચર્સ
Xiaomi લોંચ કરશે સૌથી સસ્તો સ્માર્ટફોન, 3000 રૂપિયા હોઇ શકે છે કિંમત
જો આ ફોન ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્લેટફોર્મ પર ખરીદી શકો છો. નવા ભાવ લાગૂ થયા બાદ ગ્રાહકોને 4GB ની સાથે 64GB વાળું વેરિએન્ટ Redmi Note 5 Pro હવે 12,999 નું મળશે, જ્યારે આ પહેલાં તેની કિંમત 15,999 રૂપિયા હતી. તો બીજી તરફ 6GB ની સાથે 64GB વાળુ વેરિએન્ટ હવે 13,999 માં ખરીદી શકો છો, જ્યારે પહેલાં તેની કિંમત કંપનીએ 17,999 રૂપિયા રાખી હતી.
માર્ચ 2019 સુધી બંધ થઇ શકે છે Paytm, Amazon Pay જેવા મોબાઈલ વોલેટ્સ, RBI લેશે નિર્ણય
શાઓમી રેડમી નોટ 5 પ્રોના સ્પેસિફિકેશન્સ
શાઓમીએ આ સ્માર્ટફોનને મિડ 2018માં ભારતમાં લોંચ કર્યો હતો, પરંતુ આજે પણ આ ફોન ભારતમાં ગ્રાહકોની પહેલી પસંદ છે. લગભગ એક વર્ષ બાદ પણ આ મોબાઇલના ગ્રાહક ઓછા થયા નથી. આજેપણ પરફોર્મન્સના મામલે આ નવા ફોન્સને ટક્કર આપે છે. રેડમી નોટ 5 પ્રો 5.99 ઈંચની મોટી ડિસ્પ્લે સાથે આવે છે. કંપનીએ સારી ફોટોગ્રાફી માટે ફોનમાં 12 અને 5 મેગાપિક્સલ સાથે ડ્યૂલ કેમેરા સેટઅપ થયો છે. તો બીજી તરફ સેલ્ફી માટે તેમાં ફ્રંટમાં 20 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. કંપનીએ પોતાના આ ફોનમાં 4.0નું બ્યૂટી ફીચર પણ આપવામાં આવ્યું છે.
દુનિયા સૌથી ધનિક અમેઝોનના સંસ્થાપકની પત્ની તલાક બાદ બનશે દુનિયાની 5મી અમીર વ્યક્તિ
રેડમી નોટ 5 પ્રો સ્નૈપડ્રૈગન 636ની સાથે Android Nougat 7.1.2 પર ચાલે છે. તાજેતરમાં જ કંપનીએ તેમાં Android 8.1 Oreo અને MIUI 10 નું લેટેસ્ટ અપડેટ પણ આપ્યું છે. આ ફોન 64 GB મેમરી સાથે આવે છે જેથી જેને તમે માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી 256 GB સુધી વધારી શકો છો. રેડમી નોટ 5 પ્રોનો આ ફોન ક્રોનિંગ ગોરિલ્લા ગ્લાસની પ્રોટેક્શન સાથે આવે છે. શાઓમીએ હેવી યૂઝરને ધ્યાનમાં રાખીને તેમાં 4000 mAh નોન રિમૂવલ મોટી બેટરી પણ આપવામાં આવી છે.