નવી દિલ્હી: 'અમારા બજાજ' બોલવાથી કદાચ તમને પણ દાદા-નાનીના સ્કૂટર એટલે કે બજાજ ચેતકની યાદ આવી ગઇ હશે. ચેતક એ જ સ્કૂટર છે જે લાંબા સમય સુધી ભારતીય રસ્તા પર રાજ કરી ચૂકી છે. હવે સમાચાર છે કે લોકોના મનપસંદ સ્કૂટરને કંપની ફરી એકવાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ વખતે સ્કૂટર બજારના ટ્રેંડ અનુસાર ઓટો ગિયર હોવાની સંભાવના વધુ છે. બજાજ ઓટોએ પોતાના સ્કૂટર બ્રાંડ 'ચેતક' ને ફરીથી રજિસ્ટર કરાવ્યું હતું, ત્યારથી ચેતક આવવાના સમાચાર છે. સમાચાર એ પણ છે કે સ્કૂટરનો નવો અવતાર ઈ-સ્કૂટરના રૂપમાં હોઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપ્ટેમ્બરમાં લોન્ચ થઇ શકે છે સ્કૂટર
સ્કૂટર્સની વધતી જતી ડિમાંડને જોતાં બજાજ ફરી એકવાર આ સેગમેંટમાં ફરીથી વાપસીની તૈયારીમાં છે અને તે પણ ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે. આ સ્કૂટર બજાજ ઓટોના ઇલેક્ટ્રિક ડિવિજન બજાજ અર્બનાઇટ દ્વારા બજારમાં ઉતારવામાં આવશે. બજાજ અર્બનાઇટ સ્કૂટરને દેશમાં ટેસ્ટિંગ દરમિયાન ઘણીવાર જોવામાં આવ્યું છે. તાજેતરમાં જ આ સ્કૂટરના ટેસ્ટિંગ દરમિયાન કેટલીક તસવીરો અને વીડિયો ઓનલાઇન લીક થયા છે. આ સ્કૂટરને સપ્ટેમ્બર 2019માં લોન્ચ કરવાની છે. જોકે લોન્ચ ડેટ હજુ રીવીલ થઇ નથી. 

Renaultએ લોન્ચ કરી 7 સીટર કાર Triber, 5 લાખથી પણ ઓછી છે કિંમત


જૂના સ્કૂટર જેવું હશે સ્કૂટરનો લુક
બજાજના નવા ઇલેક્ટ્રિક સ્કૂટરની વધુ જાણકારી સામે આવી છે, પરંતુ એવી સંભાવના છે કે તેનો સ્ટાઇલિંગ લુક કેટલીક હદે કંપનીના જૂના સ્કૂટર જેવો હશે, જે રેટ્રો લુકવાળી સ્કૂટર્સની યાદ અપાવશે. પહોળા ફ્રંટ એપ્રન, કર્વ સાઇડ પેનલ અને મોટા રિયર વ્યૂ મિરર સાથે સ્કૂટરનો ઓવરઓલ લુક દમદાર હશે. જોકે રેટ્રો અને મોર્ડન વચ્ચે બેલેન્સ બનાવવા માટે કંપની સ્કૂટરમાં એલોય વીલ્સ, ફ્રંટ તથા રિયર ડિસ્ક બ્રેક અને અને એલઇડી હેડલેમ્પ તથા ટેલ લાઇટ આપી શકે છે.

Isuzu એ લોન્ચ કરી નવી વી-ક્રોસ પ્રેસ્ટીઝ કાર, દમદાર એન્જીન સાથે મળશે ડ્રાઇવિંગનો અનુભવ


2006 માં બંધ કરી દીધું હતું સ્કૂટરનું નિર્માણ
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2006માં રાહુલ બજાજના પુત્ર રાજીવ બજાજ દ્વારા કંપનીની કમાન સંભાળ્યા બાદ બજાજે સ્કૂટર નિર્માણને સંપૂર્ણપણે બંધ કરીને ફક્ત મોટરસાઇકલ પર ફોકસ શરૂ કરી દીધું હતું. રાજીવ બજાજનું માનવું હતું કે કંપનીને નવી પેઢીને જોડીને માર્કેટને કનેક્ટ કરવી પડશે. પરંતુ તેમના પિતા રાહુલ બજાજે તેમને સ્કૂટર બંધ ન કરવાની સલાહ આપી હતી. 

4 રીઅર કેમેરાવાળો Oppo Reno 2 આજે થશે લોન્ચ, જાણો તેના ફીચર્સ


બાઇકના મુકાબલે સ્કૂટરનું વેચાણ વધ્યું
બજાજ ઓટોએ પોતાના સ્કૂટર બ્રાંડ 'ચેતક'ને ફરીથી રજિસ્ટર કરાવ્યું હતું, જેથી તેનું ઉત્પાદન શરૂ કરી શકાય. ભારતીય ઓટોમોબાઇલ બજારમાં ફોર વ્હીલરની તુલનામાં દ્વિચક્રી વાહનોનું વેચાણ હંમેશા વધુ રહ્યું છે. દ્વિચક્રી વાહનોમાં પણ તાજેતરના વર્ષોમાં મોટરસાઇકલની તુલનામાં સ્કૂટર્સનું વેચાણ વધ્યું છે. એટલા માટે જ સ્કૂટર સેગમેંટમાંથી નિકળી ચૂકેલી બજાજ ઓટોએ સ્કૂટરના બજારને ગંભીરતા લીધી છે અને ચેતકનું ઉત્પાદન ફરીથી શરૂ કરવાની યોજના બનાવી છે. 


બજાજ ક્રિસ્ટલ હતું અંતિમ સ્કૂટર
બજાજ ચેતક કંપનીનું અંતિમ અને પોપ્યુલર સ્કૂટર છે અને હેંડલમાં ગિયર બોક્સની સાથે આવ્યું હતું. જોકે પછી હોંડા, હીરો અને ટીવી-એસ જેવી કંપનીઓ ઓટોમેટિક ગિયરબોક્સવાળા સ્કૂટર આવ્યા બાદ તેનું વેચાણ ઘટ્યું અને કંપનીએ તેને બનાવવાનું બંધ કરી દીધું. ચેતક બાદ બજાજ ઓટોએ ક્રિસ્ટલના નામથી પોતાનું ઓટોમેટિક સ્કૂટર ક્રિસ્ટલ પણ લોન્ચ કર્યું હતું. પરંતુ ડિમાંડ ન હોવાના લીધે ફેલ થઇ ગયું. કંપની હવે ફક્ત બાઇક્સ નિર્માણ પર વધુ ફોકસ કરી રહી છે. 

વિવોએ લોન્ચ કર્યો S સિરીઝનો નવો સ્માર્ટફોન, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ


ટ્રેંડના અનુસાર હશે ચેતક
બજારના ટ્રેંડને જોતાં બજાજે ચેતકને ફરીથી ઉતારવાની તૈયારી કરી હતી. જોકે કંપનીએ હકુ સુધી ખુલાસો કર્યો નથી કે તેનું ચેતક પારંપરિક હશે અથવા આજની પેઢીના અનુસાર ઓટોમેટિક.