4 રીઅર કેમેરાવાળો Oppo Reno 2 આજે થશે લોન્ચ, જાણો તેના ફીચર્સ
ચાઇનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પો (Oppo) આજે Oppo Reno 2 સ્માર્ટફોન લોન્ચ કરશે. આ સ્માર્ટપોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ કરવામાં આવ્યા છે. લોન્ચિંગ પહેલા જ કેટલાક ફિચર્સ લીક થયા હતા. લીક રિપોર્ટ અનુસાર ત્રણ કલર ઓપ્શનમાં લાન્ચ કરવામાં આવશે
Trending Photos
નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પો (Oppo) આજે Oppo Reno 2 સ્માર્ટફોન લોન્ચ કરશે. આ સ્માર્ટપોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ કરવામાં આવ્યા છે. લોન્ચિંગ પહેલા જ કેટલાક ફિચર્સ લીક થયા હતા. લીક રિપોર્ટ અનુસાર ત્રણ કલર ઓપ્શનમાં લાન્ચ કરવામાં આવશે.
લીક સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેની ડિસ્પ્લે 6.5 ઈંચની હશે. સ્ક્રીન ફૂલ એચડી છે. તેમાં 8gb અને ઇન્ટર્નલ સ્ટોરેજ 128gb છે. 48 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર લેન્સ છે. આ ઉપરાંત 13 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇલ્ડ લેન્સ અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર લેન્સ લગાવવામાં આવ્યો છે.
ઓપ્પોએ આ સ્માર્ટફોનમાં Snapdragon 730G SoC પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે. અન્ય ફિચર્સમાં અલ્ટ્રા ડાર્ક મોડ, અલ્ટ્રા સ્ટીડિ મોડ, હાઇબ્રિડ ઝૂમ અને 20x ડિજિટલ ઝૂમીંગ જેવા ફિચર્સ જોવા મળશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે