નવી દિલ્હીઃ ભારતીય ગ્રાહકોને હ્યુન્ડઈની ઘણી કાર ખુબ પસંદ આવી રહી છે. રસ્તા પર તમને હ્યુન્ડઈના વિવિધ મોડલો જોવા મળશે. તમે પણ નજીકના ભવિષ્યમાં હ્યુન્ડઈની નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં હ્યુન્ડઈ ઈન્ડિયા આવનારા દિવસોમાં ભારતીય માર્કેટમાં 5 નવી કાર લોન્ચ કરવાનું છે. તેમાં કેટલીક નવી, કેટલીક પોપુલર કારના ફેસલિફ્ટ વર્ઝન અને કેટલીક કારનું ઈલેક્ટ્રિક વર્ઝન સામેલ છે. તમને જણાવી દઈએ કે કંપનીની અપકમિંગ કારમાં બેસ્ટ સેલિંગ ક્રેટાનું ઈલેક્ટ્રિક વેરિએન્ટ પણ સામેલ છે. આવો જાણીએ હ્યુન્ડઈની આવનારી કારોના ફીચર્સ વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Hyundai Alcazar facelift
હ્યુન્ડઈ ક્રેટા ફેસલિફ્ટની અપાર સફળતા બાદ કંપની આવનારા દિવસોમાં પોતાની પોપુલર અલ્કાઝારના અપડેટેડ વર્ઝનને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કંપની 2024માં અલ્કાઝારને લોન્ચ કરી શકે છે. નોંધનીય છે કે અપડેટેડ હ્યુન્ડઈ અલ્કાઝારમાં ગ્રાહકોને લેવલ-2 ADAS ટેક્નોલોજી મળી શકે છે. પરંતુ કારના પાવરટ્રેનમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં.


Hyundai Creta EV
કંપની આગામી દિવસોમાં તેની સૌથી વધુ વેચાતી Hyundai Cretaનું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે Hyundai Creta EV ભારતીય રસ્તાઓ પર ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત જોવા મળી છે. Hyundai Creta EV આગામી Tata Curve EV અને Maruti Suzuki eVX જેવી SUV સાથે માર્કેટમાં સ્પર્ધા કરશે. ઘણા મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે Hyundai Creta EV ગ્રાહકોને એક જ ચાર્જ પર 450 કિલોમીટરથી વધુની રેન્જ ઓફર કરશે.


આ પણ વાંચોઃ 6.99 લાખની કિંમત.... 465Km રેન્જ! ફેમિલી માટે બેસ્ટ છે આ 5 ઈલેક્ટ્રિક કાર


Hyundai New Gen Venue
હ્યુન્ડઈ વેન્યૂ કંપનીની સૌથી પોપુલર કારોમાંથી એક છે. હવે કંપની હ્યુન્ડઈ વેન્યૂને અપડેટ કરવાની તૈયારી કરી રહી છે જેને વર્ષ 2025માં લોન્ચ કરવામાં આવી શકે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યાં છે કે હ્યુન્ડઈ વેન્યૂના એક્સટીરિયર અને ઈન્ટીરિયરમાં મોટા સ્તર પર ફેરફાર કરવામાં આવશે. 


Hyundai Ioniq 6
કંપનીએ હ્યુન્ડઈ Ioniq 6 ને 2023 ઓટો એક્સપોમાં શોકેસ કરી હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યાં છે કે હ્યુન્ડઈ Ioniq 6 ને કંપની એપ્રિલ 2025 સુધી લોન્ચ કરી શકે છે, જેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 65 લાખ રૂપિયા હશે. અપકમિંગ ઈવીમાં 77.4kWh ની બેટરી પેક આપી શકાય છે, જે સિંગલ ચાર્જ પર 610 કિલોમીટરની આસપાસની રેન્જ ઓફર કરશે. 


Hyundai Inster EV
ભારતીય માર્કેટમાં ઈલેક્ટ્રિક કારોની વધતી ડિમાન્ડને જોતા કંપનીએ તાજેતરમાં હ્યુન્ડઈ ઈન્સ્ટર ઈવીથી પદડો ઉઠાવ્યો. ઘણા મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યાં છે કે હ્યુન્ડઈ ઈન્સ્ટર ઈવીને ભારતીય માર્કેટમાં 2026 સુધી લોન્ચ કરી શકે છે. હ્યુન્ડઈની અપકમિંગ ઈલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જ પર 355 કિલોમીટરની આસપાસની રેન્જ ઓફર કરી શકે છે. હ્યુન્ડઈ ઈન્સ્ટર ઈવીનો માર્કેટમાં મુકાબલો ટાટા પંચ ઈવી સાથે થશે.