Hyundai ની લગ્ઝરી બ્રાંડની પહેલી ઈલેક્ટ્રીક SUVથી પર્દો ઉઠ્યો, ડ્રાઈવિંગ રેન્જ અને ફિચર્સ જાણો
દક્ષિણ કોરિયાની દિગ્ગજ મોટર કંપની Hyundai Motorની લગ્ઝરી વ્હીકલ વિંગ Genesisએ પોતાની પહેલી ઈલેક્ટ્રીક SUVની ડિઝાઈન લોન્ચ કરી છે. જેનેસિસ પોતાની આ કારને વર્ષના અંત સુધીમાં ઓફિશિયલી લોન્ચ કરી શકે છે. GV60 જેનેસિસ પહેલી ઈલેક્ટ્રીક કાર છે અને આ કાર ગ્લોબલ ઈલેક્ટ્રીક મોડ્યુલર પ્લેટફોર્મ પર આધારિત છે, જેનો ઉપયોગ Hyundai Ioniq 5 અને Kia EV6 ઈલેક્ટ્રીક વાહનોમાં કરવામાં આવ્યો છે. GV80 અને GV70 મોડલ બાદ GV60ની ત્રીજી SUV હશે.
નવી દિલ્લીઃ દક્ષિણ કોરિયાની દિગ્ગજ મોટર કંપની Hyundai Motorની લગ્ઝરી વ્હીકલ વિંગ Genesisએ પોતાની પહેલી ઈલેક્ટ્રીક SUVની ડિઝાઈન લોન્ચ કરી છે. જેનેસિસ પોતાની આ કારને વર્ષના અંત સુધીમાં ઓફિશિયલી લોન્ચ કરી શકે છે. GV60 જેનેસિસ પહેલી ઈલેક્ટ્રીક કાર છે અને આ કાર ગ્લોબલ ઈલેક્ટ્રીક મોડ્યુલર પ્લેટફોર્મ પર આધારિત છે, જેનો ઉપયોગ Hyundai Ioniq 5 અને Kia EV6 ઈલેક્ટ્રીક વાહનોમાં કરવામાં આવ્યો છે. GV80 અને GV70 મોડલ બાદ GV60ની ત્રીજી SUV હશે.
જેનેસિસ GV60માં 800V ઈલેક્ટ્રીકલ આર્કિટેક્ચર આપવામાં આવ્યું છે, જે 350W અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ કાર વિવિધ પ્રકારની બેટરી આકાર સાથે સિંગલ અથવા ડ્યુઅલ-મોટર પાવર પેકેજને સપોર્ટ કરે છે. GV60ને જેનેસિસ SUV લાઈનઅપમાં GV70 અને GV80ની નીચે રાખવામાં આવશે. અને G80 સેડાનને ઈલેક્ટ્રીક વર્ઝન બાદ બીજી ઈલેક્ટ્રીક કાર હશે.
લુક અને ડિઝાઈન-
ડિઝાઈનને જોવા જઈએ તો જેનેસિસ GV60 તમામ સિગ્નેચર ડિઝાઈન એલિમેન્ટ્સને આગળ વધારે છે. આમાં શિલ્ડના આકારની ફ્રંટ ગ્રિલના બંને અને બે-સિગ્નેચર હેડલેમ્પ છે, જેમાં કંપનીના લોગોનું એક નવું વર્ઝન છે. જેનેસિસનું કહેવું છે કે મોટી ગ્રિલનો હેતું ડાયનામિક પર્ફોર્મેન્સ પર ભાર આપવાનો અને હાઈ વોલ્ટેજ બેટરીને કુલ ઠંડી રાખવાનો છે. આમાં સિંગલ પેનલ શેલ હુડ પણ આપવામાં આવ્યું છે.
રિયર લુક-
GV60 ઈલેક્ટ્રીક SUVના પાછલા ભાગમાં રૂફલાઈનના અંતમાં એક ફિક્સ્ડ વિંગ છે જેથી આ કાર કુપે જેવી દેખાઈ છે. કારનો લાંબો ક્લેમશેલ હુડ અને ઓછી રાઈડ હાઈટ તેને કુપે સ્ટાઈલ લગ્ઝરી ક્રોસઓવર યુટિલિટી વ્હીકલનો લુક આપે છે. આમાં લાગેલા ડિજિટલ સાઈડ મિરર બહાર માઉન્ટેડ કેમેરાનો ઉપયોગ કરીને 2 સ્ક્રિન પર ઈમેજ પ્રોજેક્ટ કરે છે. એક ક્રિસ્ટલ સ્ફીયર તેના ઓટોમેટિક ટ્રાન્સમિશનને કંટ્રોલ કરે છે. જેનેસિસનું કહેવું છે કે આમાં બિલ્ટ ઈન લાઈટ્સ પણ છે, જે કારના બંધ હોવા પર પણ ચાલુ રહે છે.
બેટરી અને પાવર-
જેનેસિસે અત્યાર સુધીમાં GV60ની ટેક્નિકલ ડિટેઈલ્સ જાહેર કરી નથી. જો કે Ioniq 5 અને EV6 સાથે કોમ્પિટેબલ હોવાની સંભાવના છે. એટલે કે આ કારમાં 58kWh અને 77.8kWhની બેટરી સાથે લોન્ચ થઈ શકે છે. જેથી આ ઈલેક્ટ્રીક SUV 480 કિલોમીટરથી વધુની રેન્જ આપશે. રિયર-વ્હીલ-ડ્રાઈવ સિંહલ એન્જીન મોડલ પણ 167 HP અને 214 HP સાથે રજૂ થવાની સંભાવના છે. જ્યારે 2 એન્જીન, 4 વ્હીલ ડ્રાઈવ મોડલ 301 HPનો પાવર જનરેટ કરશે.
ફીચર્સ-
કારના ઈન્ટિરિયરની વાત કરવામાં આવે તો, જેનેસિસ GV60માં એક મોટી ડિસ્પ્લે સાથે જોવા મળશે, જેમાં ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ટચસ્ક્રિન ઈન્ફોટેઈનમેન્ટ યુનિટ બંને છે. આમાં કનેક્ટેડ ટેક અને રિયર-વ્યુ કેમેરા માટે 2 સ્ક્રિન છે. કારમાં સ્ટિયરિંગ માઉન્ટેડ કંટ્રોલ, પ્રીમિયમ લેધર અપહોલ્સટ્રી, મુડ લાઈટિંગ અને અનેક ફીચર્સ અને ઉપરકરણ આપવામાં આવ્યા છે. જેનેસિસે કહ્યું કે તેઓ કારની લોન્ચિંગ બાદ GV60ની રેન્જ, પર્ફોર્મેન્સ અને કિંમતનો ખુલાસો કરશે.