નવી દિલ્હી: કાર પ્રેમીઓના લાંબા ઇંતઝાર બાદ હ્યુન્ડાઇ મોટર ઇન્ડીયાએ મંગળવારે ભારતમાં પોતાની પહેલી કનેક્ટેડ કોમ્પેક્ટ એસયૂવી વેન્યૂ (Venue) ને લોન્ચ કરી દીધો છે. કોમ્પેક્ટ એસયૂવી સેગમેંટમાં Venue હ્યુન્ડાઇની પહેલી ગાડી હશે. સાથે જ કોમ્પેક્ટ એસયૂવી સેગમેંટમાં પ્રતિસ્પર્ધા વધી ગઇ છે. આ સેગમેંટમાં હ્યુન્ડાઇ વેન્યૂ પહેલી કાર છે, જે કનેક્ટેડ ટેક્નોલોજીની સાથે આવે છે. કંપનીએ બ્લૂલિંક ટેક્નોલોજી વિકસિત કરી છે, જેમાં 33 આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ અને કનેક્ટેડ ફીચર આપ્યા છે. તેમાંથી 10 ફીચરને ખાસ કરીને લોકલ ભારતીય માર્કેટ માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ ફીચર્સનો ઉપયોગ ભવિષ્યમાં અન્ય કારમાં જોવા મળશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેઝોન, વોલમાર્ટ-ફ્લિપકાર્ટનો ધંધો ખતમ કરવા તૈયાર છે રિલાયન્સ રિટેલ: રિપોર્ટ


10 કલર ઓપ્શનમાં મળશે વેન્યૂ
નવી Venue 10 કલર ઓપ્શનમાં આવશે. તેમાં ડીપ ફોરેસ્ટ, લાવા ઓરેંજ અને ડેનિમ બ્લૂ નવા કલર્સ હશે. તો બીજી તેની કિંમતોની વાત કરીએ તો તેના બેસ મોડલની કિંમત 6.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. ટોપ વેરિએન્ટની એક્સ-શો રૂમ કિંમત 11.10 લાખ રૂપિયા હશે.

TikTok વાળી કંપની હવે લાવી નવી ચેટ એપ, જાણો કેવી રીતે કરશે કામ


વેન્યૂનું એન્જીન
હ્યુન્ડાઇ વેન્યૂમાં ટ્રેંડી, યૂનિક, સ્ટાઇલિસ અને પરફેક્ટ ડિઝાઇન આપવામાં આવી છે. આ હ્યુન્ડાઇની પહેલી પ્રોડક્ટ છે જે સાત સ્પીડ એડવાન્સ ડુઅલ ક્લચ ટ્રાંસમિશન ટેક્નોલોજીની સાથે આવશે. આ કારમાં કંપનીએ કાપ્પા 1.0 ટર્બો જીડીઆઇ પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. આ સાથે જ 1.2 કાપ્પા પેટ્રોલ અને 1.4 ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે.

જો તમે એટીએમ કાર્ડ દ્વારા પૈસા કાઢો છો તો આ નિયમ જરૂર યાદ રાખો


કેવા છે ફીચર્સ
કારમાં ડીઆરએલ હેડલેમ્પ આપવામાં આવ્યો છે. પાછળની તરફ ટેલ લેમ્પમાં પણ એલઇડી લાઇટ્સ મળે છે. જોકે આ ફીચર ફક્ત ટોપ વેરિએન્ટમાં જ ઉપલબ્ધ હશે. હ્યુન્ડાઇ વેન્યૂની લંબાઇ 3,955 એએમ, પહોળાઇ 1,770 એમએમ અને ઉંચાઇ 1,605 એમએમ છે. આ કારને કંપનીએ 6.50 લાખ રૂપિયાની શરૂઆતી કિંમત પર લોન્ચ કરી છે.