Best CNG Mileage Car: શું તમે પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવથી પરેશાન છો?. શું તમે તમારી ગાડીમાં સીએનજી કિટ ફિટ કરાવવા વિશે વિચારી રહ્યા છો? તો અમે તમારા માટે લઈને આવ્યા છે સીએનજી કીટ સાથે જોડાયેલી તમામ માહિતી. CNG કિટ ફિટ કરાવતા પહેલાં આ વિગતો જરૂરથી જોઈ લેજો.....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારી કારમાં છે CNG કીટ?
પેટ્રોલ કરતા ડીઝલની કિંમત ઓછી છે, તેમ છતાં પેટ્રોલ કાર લોકોને ડીઝલ કાર કરતાં સસ્તી પડે છે. આની પાછળનું કારણ શું છે? પાછલા કેટલાક વર્ષોથી પેટ્રોલ કાર ચલાવતા લોકો કોમ્પેક્ટ નેચલ ગેસ (CNG)ને પસંદ કરી રહ્યા છે. આની પાછળનું કારણ છે કે પેટ્રોલ અને ડીઝલ બન્ને કરતા CNG વધારે સસ્તો છે. CNG કાર સસ્તી હોવાની સાથે પણ કેટલીક તકલીફો ડ્રાઈવર અને તેમાં સવાર લોકોને સતાવતી રહે છે. CNGથી ચાલતી કારો સળગવાના કિસ્સાના કારણે તેને લઈને લોકોની ચિંતા વધી જાય છે. પણ કેટલીક તકેદારી રાખવામાં આવે તો મોટી જાનહાની કે સમસ્યાથી દૂર રહી શકાય છે.


આ પણ વાંચો: પતંગબાજો માટે કામની છે આ વાતો, ઉત્તરાયણમાં પેચ લડાવવાની પડી જશે મજા
આ પણ વાંચો: સૂર્યનું ઉત્તર દીશા તરફ પ્રયાણ એટલે ઉત્તરાયણ, જાણો ઇતિહાસ અને માન્યતાઓ
આ પણ વાંચો: 30 વર્ષથી અહીં ચગ્યો નથી પતંગ, ઉત્તરાયણ પર અહીં લોકો રમે ક્રિકેટ, જાણો કેમ


આ વાતોનું ખાસ ધ્યાન રાખો..
શરુઆત પેટ્રોલમાં રાખો

આજકાલ સારી ટેક્નોલોજીવાળી કિટમાં આપોઆપ કાર પેટ્રોલમાં શરુ થઈને CNGમાં કન્વર્ટ થઈ જાય છે. પણ જો કાર આપમેળે પેટ્રોલમાં ચાલું ન થતી હોય તો તેને પેટ્રોલમાં ચાલું કરવી જોઈએ.સામાન્ય રીતે 1 કિલોમીટર જેટલી કારને પેટ્રોલમાં ચલાવવી જોઈએ. આમ થવાથી તમારી કારને પુરતું લ્યુબ્રિકન્ટ મળી જાય છે એન્જિનને ઓછું નુકસાન થાય છે.  આવામાં કાર સીધી CNGમાં ચાલું થતી હોય તો ક્યારે સ્પાર્ક સાથે આગ લાગવાની સંભાવનાઓ રહેલી હોય છે.


આ પણ વાંચો: Traffic Challan:ખિસ્સામાં લઇને ફરજો 2000 રૂપિયા! જાણી લો ટ્રાફિકના નવા નિયમો
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!


યોગ્ય સમયે સર્વિસ કરાવવી
સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે કાર કે અન્ય કોઈ પણ વાહનમાં કંપની દ્વારા ફ્રી સર્વિસ આપવામાં આવે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પછી વાહનમાં કોઈ તકલીફ થાય તો તેને સામાન્ય ગેરેજમાં જઈને રિપેર કરાવવામાં આવતું હોય છે. આવું જ કારના કિસ્સામાં પણ થાય છે પણ તમારી કાર જે કંપનીએ બનાવી હોય તેની પાસે વધુ માહિતી રહેલી હોય છે. અને સારા સાધનો હોવાથી કારમાં રહેલી ઝીણામાં ઝીણી ખામીને શોધીને તેને દૂર કરાતી હોય છે.


CNG કિટની સર્વિસ પણ જરુરી
સીએનજી કાર ફીટ કરાવો ત્યારે તેની એક્સપાયરી ડેટ અને સર્વિસ અંગે માહિતી આપવામાં આવતી હોય છે માટે જો સમય થઈ જાય અને કિટમાં કોઈ તકલીફ ન હોય તેમ છતાં સર્વિસના સમયે તેની સર્વિસ કરાવવી જ લેવી જોઈએ.  જો સર્વિસનો સમય 15,000 કિલોમીટરનો આપવામાં આવ્યો હોય તો કાર 14,000 કિલોમીટર દોડે તે પછી તેની સર્વિસ કરાવી લેવી જોઈએ. અગમચેતી પગલાં ભરવાથી મોટી તકલીફને ટાળી શકાય છે.


આ પણ વાંચો: રાત્રે મોજા પહેરીને સુવું યોગ્ય છે કે નહીં? જાણો તેના ફાયદા અને નુકસાન
આ પણ વાંચો: દેશની આ 3 બેંકો પર ભરોસો કરો ક્યારેય નહીં ડૂબે રૂપિયા, RBIએ આપી ગેરંટી
આ પણ વાંચો: BSNL ના આ પ્લાન આગળ Vi, Airtel, Jio ના બધા જ પ્લાન ફેલ, જાણો ખાસિયતો


સારી કંપનીની CNG કિટ ફીટ કરાવો
સ્પેશિયાલિસ્ટ પાસે જ CNG કિટ ફિટ કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ. જો કાર ખરીદ્યા પછી તમે CNG કિટ ફિટ કરાવો છો તો ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર પરથી જ કિટ ફિટ કરાવવી જોઈએ. કારણ કે CNG કિટ ફિટ કરતી વખતે કેટલીક નાની-નાની બાબતોનો ખ્યાલ રાખવાનો હોય છે. જો કિંમત જોઈને કે પછી અજાણી કંપની પાસે CNG કિટ ફીટ કરાવશો તો કારમાં વણ જોઈતું વાઈબ્રેશન, એક્સેલેરેશન ઈરેગ્યુલર થવું વગેરે જેવી તકલીફો ઉભી થઈ શકે છે.


સ્પાર્ક પ્લગ રિપ્લેસ કરાવો
કાર CNG પર ચાલતી હોય તો સ્પાર્ક પ્લગ વહેલો ખલાસ થઈ જાય છે. બે રીતે તમે આ સમસ્યાને દૂર કરી શકો. એક તો તમે CNG માટે બનેલો સ્પેશિયલ સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરો અથવા તો તમે તમારા મિકેનિકને કહી શકો છો કે સ્પાર્કની મેટાલિક ટીપ વચ્ચે થોડી જગ્યા રાખે. આ સિવાય તમે ગેરેજમાં સ્પાર્ક બદલાવાનું શીખીને એક્સ્ટ્રા સ્પાર્ક સાથે પણ રાખી શકો છો.


આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો: BOB JOB 2023 : સીનિયર મેનેજરની પોસ્ટ માટે પડી છે જાહેરાત, 1.78 લાખ મળશે પગાર
આ પણ વાંચો: મહિને કેટલો હોય છે તમારા જિલ્લાના કલેક્ટરનો પગાર, આ મળે છે એમને સુવિધાઓ 


ગેસ એકદમ ખાલી થઈ જાય ત્યાં સુધી કાર ન ચલાવો
CNG ટેંકમાં ગેસ ઓછો થતા પ્રેશર પણ ઓછું થાય છે અને તેના કારણે વાલ્વ પર વધુ દબાણ આવે છે. આ સ્થિતિમાં વાલ્વ ફાટવાનું જોખમ રહે છે. માટે વાલ્વને નિયમિત રુપે બદલતા રહેવું જોઇએ અને ગેસ એકદમ ખાલી થઈ જાય ત્યાં સુધી કાર ન ચલાવો.


CNG ટેંકની સર્વિસ જરુરી
CNG-કિટ ફિટ કરાવતી વખતે CNG કિટની સર્વિસ અંગેની માહિતી આપવામાં આવે છે, નક્કી કરેલો સમય થાય ત્યારે CNG કારની કીટને ચેક જરુર કરાવી લેવી જોઈએ. કિટના કેટલા વાલ્વ, ટાંકીની મજબૂતાઈ વગેરે અંગેની તપાસ કરવામાં આવતી હોય છે. આ સાથે કારમાં અગ્નિશામક બોટલ પણ રાખવી જોઈએ જેથી કોઈ સમસ્યા ઉભી થાય તો તેને મોટી દુર્ઘટના બનતા રોકી શકાય.


આ પણ વાંચો: માત્ર 599 રૂપિયામાં ખરીદો આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન, મળશે 5000mAhની બેટરી
આ પણ વાંચો: Sara Ali Khan Oops Moment: સારાએ પેન્ટને માંડ માંડ સંભાળીને હાલતી પકડી, જુઓ વિડીયો
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube