નવી દિલ્હી: ફેસબુકના તાબા હેઠળની વોટ્સએપ મેસેજન્જિંગ એપ દ્વારા મંગળવારે એક એવી જાહેરાત થઈ છે કે તેના યૂઝર્સે તે બાબત જો ધ્યાનમાં ન રાખી તો મુશ્કેલીમાં પણ મુકાઈ શકે છે. વોટ્સએપએ ફેક ન્યૂઝને પહોંચી વળવા અને તેનો વ્યાપ અટકાવવા માટે વિશ્વભરમાં 20 રિસર્ચ ટીમની પસંદગી કરી છે. જેમાં ભારતના અને ભારતીય મૂળના એક્સપર્ટ્સનો પણ સમાવેશ છે. આ લોકો ખોટી માહિતીઓ કેવી રીતે ફેલાય છે અને આ રીતે ફેક ન્યૂઝનો વ્યાપ અટકાવવા માટે વધારાના શું પગલાં લેવા તેના પર કામ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સ (એલએસઈ)ના શકુંતલા બનાજી, બેંગ્લુરુ સ્થિત મીડિયા અને આર્ટ્સ કલેક્ટીવ  "Maraa" ના અનુષી અગ્રવાલ અને નિહાલ પ્રસન્ના, રામનાથ ભટ (એલએસઈ) આ માટે રિસર્ચ પેપર "WhatsApp Vigilantes? WhatsApp messages and mob violence in India" પર કામ કરવા માટે પસંદગી પામ્યા છે. આ વિશેષજ્ઞો વોટ્સએપ પર ફેલાતા ભ્રામક ન્યૂઝ કે જેના કારણે 30 જેટલા લોકો મોતને ભેટ્યા હતાં તેને વોટ્સએપ યૂઝર્સ કઈ રીતે આ ન્યૂઝ સમજે છ અને તેને નિવારવાના શું ઉપાય થઈ શકે તે અંગે તપાસ ચલાવી રહ્યાં છે. 


આ સિવાય રાંચીના સાયબર પીસ ફાઉન્ડેશન (પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર)ના વિનિતકુમાર, દિલ્હી સ્થિત નોન પ્રોફિટ સાયબર સેલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અમૃતા ચૌધરી અને સાઈબર પીસ ફાઈન્ડેશનના આનંદ રાજેનો પણ સમાવેશ થાય છે. આ બધા એક ટીમ તરીકે "Digital literacy and impact of misinformation on emerging digital societies" પેપર પર કામ કરશે.


અત્રે જણાવવાનું કે વોટ્સએપે ચાલુ વર્ષે જુલાઈમાં રિસર્ચ પેપર્સ માટે જાહેરાત કરી હતી અને તેને વિશ્વભરમાંથી લગભગ 600 રિસર્ચ ટીમની પ્રપોઝલ મળી હતી. વોટ્સએપના એક સ્ટેટમેન્ટમાં જણવવામાં આવ્યું છે કે દરેક ટીમને 50,000 ડોલર પ્રોજેક્ટ માટે આપવામાં આવશે (કુલ 1 બિલિયન ડોલર). એ પણ નોંધવા જેવું છે કે ભારત સરકારે પણ વોટ્સએપને આ  પ્રકારે ભ્રામક અને ફેક ન્યૂઝનો વ્યાપ અટકાવવા માટે કડક શબ્દોમાં સૂચના આપેલી છે અને તે માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. 


લિપિકા કામરા (ઓ પી જીંદાલ ગ્લોબલ યુનિવર્સિટી)  અને ફિલિપ્પા વિલિયમ્સ ( ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડન) ભારતમાં વોટ્સએપ પર રોજબરોજના પોલિટિકલ ચર્ચાઓ પર નજર રાખશે. વોટ્સએપના લીડ રિસર્ચર મૃણાલિની રાવના જણાવ્યાં પ્રમાણે વોટ્સએપનું આ પ્લેટફોર્મ તેના 1.5 બિલિયન એક્ટિવ ગ્લોબલ યૂઝર્સ અને 200 મિલિયન ભારતીય યૂઝર્સની સુરક્ષા માટે અત્યંત કાળજી સેવે છે.કંપની દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમનો મુખ્ય હેતુ તેમના યૂઝર્સને શિક્ષિત કરવાનો, શક્તિશાળી બનાવવાનો છે. જો કે ફેક ન્યૂઝને અટકાવવા માટે વોટ્સએપ દ્વારા ફોરવર્ડના ઓપશનની મર્યાદા પણ નિર્ધારિત કરવામાં આવી છે.