પેરિસ : શું તમારો સ્માર્ટફોન ધીમો થઈ ગયો છે અને બેટરી કોઈ કારણ વગર ફટાફટ ડિસ્ચાર્જ થઈ જાય છે ? જો એવું થતું હોય તો શક્ય છે કે એનો ઉપયોગ ક્રિપ્ટો કરન્સીના ‘માઇનિંગ’ માટે કરવામાં આવતો હોય. સિક્યુરિટી એક્સપર્ટ આ પ્રકારના સાઇબર હુમલાને ‘‘ક્રિપ્ટોજૈકિંગ’’નું નામ આપ્યું છે. ‘માઇનિંગ’ સામાન્ય રીતે એવી પ્રક્રિયા છે જેમાં વર્ચુઅલ કરન્સીની લેવડદેવડ કરવામાં આવતી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઇટી એક્સપર્ટ જેરોમ બિલોઇસે માહિતી આપી છે કે આ પ્રકારની છેતરપિંડીમાં કોઈ ઇન્ટરનેટ સર્વસ, કોઈ પર્સનલ કોમ્પ્યૂટર કે પછી કોઈ સ્માર્ટફોનને પોતાની જાળમાં ફસાવી લેવામાં આવે છે જેથી ક્રિપ્ટોકરન્સીના માઇનિંગ માટે માલવેઅર નાખી શકાય. માઇનિંગના સંચારમાં હજારો પ્રોસેસર એકસાથે જોડાય છે જેથી ક્રિપ્ટો કરન્સીને ગણવા માટે કમ્પ્યૂટિંગ પાવર વધારી શકાય. બિટકોઇન, એથેરિયમ, મોનેરો અને અન્ય ક્રિપ્ટો કરન્સીનું માઇનિંગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે એમાં વધારે રોકાણની જરૂર હોય છે અને વીજળીનું બિલ પણ ઘણું વધારે આવે છે. 


આ સંજોગોમાં હેકરોએ નવો રસ્તો અપનાવ્યો છે. તેઓ ચૂપચાપ સ્માર્ટફોનની મદદથી માઇનિંગ કરવા લાગ્યા છે. ગેમ રમવાની સુવિધા આપતા એપ હેકરોને બહુ આકર્ષિત કરે છે. આ વાતનું પ્રમાણ ક્રમશ: વધી રહ્યું છે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...