નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત (Aatmnirbhar Bharat) અભિયાનને આગળ વધારતા ભારતીય સેનાએ વોટ્સએપ (Whatsapp) અને ટેલીગ્રામ જેવી એક સ્વદેશી મેસેજિંગ એપ  (Messaging Apps) ડેવલોપ કરી છે. રક્ષા મંત્રાલયએ જણાવ્યું કે એપનું નામ સિક્યોર એપ્લિકેશન ફોર ઇન્ટરનેટ (SAI) રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એન્ડ ટૂ એન્ડ સિક્યોર હશે ચેટ અને કોલિંગ
એપ એન્ડ ટૂ એન્ડ સિક્યોર ટેકસ્ટ મેસેજ ઉપરાંત ઓડિયો અને વીડિયો કોલિંગ સર્વિંસને સપોર્ટ કરશે. હાલ આ એપને એંડ્રોઇડ બેસ્ડ ઇન્ટરનેટ સર્વિસ ઉપયોગ કરનાર સ્માર્ટફોન માટે તૈયાર કરવામાં આવી છે. એપના NIC પર ઇંફ્રાસ્ટ્રક્ચર હોસ્ટિંગની પ્રક્રિયા, બૌદ્ધિક સંપદા અધિકાર (IPR)ની ફાઇલિંગ અને iOS વર્જ્ન પર કામ ચાલુ છે. 


સેના કરશે સંદેશ માટે ઉપયોગ
રક્ષા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે SAI એપ મોડલ કોમર્શિયલ ઉપલબ્ધ મેસેજિંગ એપ્સ વોટ્સએપ, ટેલિગ્રામ SAMVAD અને GIMS જેવી છે. આ એન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્શન મેસેજિંગ પ્રોટોકોલનો ઉપયોગ કરો છો. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે સાંઇ  (SAI) નો દેશનો સેના દ્વારા સુરક્ષિત રૂપથી સંદેશ મોકલવા માટે ઉપયોગ કરવામાં આવશે. 


રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાઠવી શુભેચ્છા
SAI એપને CERT-in પેનલમાં સામેલ ઓડિટર અને આર્મી સાઇબર ગ્રુપમાં તપાસ કરી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે એપની સમીક્ષા કર્યા બાદ તેને વિકસિત કરનાર કર્નલ સાંઇ શંકરને તેમના સ્કિલ માટે શુભેચ્છા કરી.  


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube