માત્ર 7499 રૂપિયામાં 8GB રેમ અને 50MP નો કેમેરો, આ કંપનીએ લોન્ચ કર્યો ધમાકેદાર ફોન
આ સ્માર્ટફોન 4જીબી રેમ અને 64જીબીના ઈન્ટરનલ સ્ટોરેજ ઓપ્શનમાં આવે છે. તેની કિમત 7499 રૂપિયા છે. ફોન ખરીદવા માટે તમે આઈસીઆઈસીઆઈ બેન્કના ડેબિડ કાર્ડનો ઉપયોગ કરશો તો તે તમને 6749 રૂપિયામાં મળી જશે.
નવી દિલ્હીઃ ઈનફીનિક્સે સ્માર્ટફોનની રેન્જ વધારતા માર્કેટમાં નવો હેન્ડસેટ Infinix Smart 8 લોન્ચ કરી દીધો છે. કંપનીનો આ ફોન 8જીબી સુધી રેમ (4જીબી રિયલ+4જીબી વર્ચુઅલ) અને 64 જીબીના ઈન્ટરનલ સ્ટોરેજ ઓપ્શનમાં આવે છે. તેની કિંમત 7499 રૂપિયા છે. ફોન ખરીદવા માટે જો તમે ICICI બેન્કના કાર્ડનો ઉપયોગ કરશો તો તમને ફોન 6749 રૂપિયામાં મળશે. તેની સેલ 15 જાન્યુઆરીથી શરૂ થશે. યૂઝર તેને ફ્લિપકાર્ટથી ખરીદી શકશે. ઇનફીનિક્સનો આ લેટેસ્ટ ફોન ચાર કલર ઓપ્શન- ગેલેક્સી વાઇટ, રેનબો બ્લૂ, શાઇની ગોલ્ડ અને ટિંબર બ્લેકમાં આવે છે. તમને આ ફોનમાં 50 મેગાપિક્સલના ડ્યૂલ રિયર કેમેરા સેટઅપની સાથે ઘણા ધાંસૂ ફીચર મળશે.
ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
કંપની આ ફોનમાં 6.6 ઇંચની એચડી+ આઈપીએસ ડિસ્ક્લે ઓફર કરી રહી છે. આ ડિસ્પ્લે 90 Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ફોનની ડિસ્પ્લે પેનલ ડાઇનેમિક આઈલેન્ડ જેવી મેજિંક રિંગ ફીચર આપવામાં આવ્યું છે. કંપનીએ આ ફોનમાં 4જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજનો વિકલ્પ આપ્યો છે. તેમાં 4જીબી વર્ચુઅલ રેમ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. ફોનની મેમરીને યૂઝર માઇક્રો એસડી કાર્ડની મદદથી 2ટીબી સુધી વધારી શકે છે.
આ પણ વાંચોઃ Jio એ યૂઝર્સને કર્યા ખુશ! આ પ્રીપેડ પ્લાન્સ પર મળી રહ્યો છે વધું ડેટા, જુઓ List
ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં એલઈડી ફ્લેશની સાથે બે કેમેરા આપવામાં આવ્યા છે. તેમાં 50 મેગાપિક્સલના મેન કેમેરા સાથે એક એઆઈ લેન્સ સામેલ છે. તો આ ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્ટરથી લેસ આ ફોન 5000mAh ની બેટરી સાથે આવે છે. આ બેટરી યુએસબી ટાઇવ-સી ચાર્જિંગ સપોર્ટ કરે છે. ઓએસની વાત કરીએ તો ફોન એન્ડ્રોયડ 13 પર બેસ્ડ XOS 13 પર કામ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં ડ્યૂલ સિમ કાર્ડ, 4G LTE,વાઈ-ફાઈ, બ્લૂયૂથ 5.0 અને જીપીએસ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube