નવી દિલ્હીઃ Infinix ભારતમાં પોતાનો નવા સ્માર્ટફોન લોન્ચ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. Infinix Smart 8 Plus 1 માર્ચે ભારત આવશે. કંપનીએ ફ્લિપકાર્ટ પર અપકમિંગ સ્માર્ટફોન માટે એક માઇક્રોસાઇટ પણ બનાવી છે. આ નવા ફોનની ખાસિયત મીડિયાટેક હેલિયો G36 SoC પ્રોસેસર, મોટી બેટરી, ડુઅલ રિયર કેમેરા અને મેજિક રિંગ છે. આવો જાણીએ ઇનફિનિક્સ સ્માર્ટ 8 પ્લસની દરેક વિગત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Infinix Smart 8 Plus ની ભારતમાં કિંમત
કંપનીએ હજુ સુધી સ્માર્ટફોનની કિંમતની જાહેરાત કરી નથી, પરંતુ ફ્લિપકાર્ટ પર રહેલી માઇક્રોસાઇટ પુષ્ટિ કરે છે કે સ્માર્ટફોનની કિંમત 7000 રૂપિયાથી ઓછી હશે અને તે ફ્લિપકાર્ટ પર ખરીદવા માટે ઉપલબ્ધ હશે.


આ પણ વાંચોઃ Google માં આડી અવળી વસ્તુઓ સર્ચ થઈ ગઈ છે? સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા આટલું કરો


Infinix Smart 8 Plus ના સ્પેસિફિકેશન
માઇક્રોસાઇટ અનુસાર ઇનફિનિક્સ સ્માર્ટ 8 પ્લસ મીડિયાટેક હેલિયો G36 SoC દ્વારા સંચાલિત છે જે 4જીબી રેમ અને 128GB સુધી ઈન્ટરનલ સ્ટોરેજની સાથે છે. રેમને 8GB સુધી વધારી શકાય છે, જ્યારે સ્ટોરેજને મોઇક્રોએસડી કાર્ડ દ્વારા 2TB સુધી વધારી શકાય છે.


તેમાં 90Hz રિફ્રેશ રેટની સાથે 6.6 ઇંચ  IPS ફુલ-HD LCD ડિસ્પ્લે છે. કેમેરાની વાત કરીએ તો તેમાં ડુઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે, જેમાં 50MP પ્રાઇમરી સેન્સર અને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ સામેલ છે. ડિસાઇસમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 6,000mAh ની બેટરી છે. કંપનીના દાવા પ્રમાણે બેટરી એકવાર ચાર્જ કરવા પર 47 કલાકનો ટોક ટાઈમ, 90 કલાકનો મ્યૂઝિક પ્લેબેક ટાઈમ અને 45 કલાકનો વીડિયો પ્લેબેક ટાઈમ મળે છે.