નવી દિલ્હીઃ જો તમે તમારી એપ્સમાં ટિકટોક (TikTok) જેવા ફીચર્સને મિસ કરી રહ્યાં છો, તો હવે ઈન્સ્ટાગ્રામ (Instagram)એ ટિકટોકની જેમ શોર્ટ વીડિયો ફીચર રીલ્સ (Reels)ને ભારતમાં રજૂ કરી છે. ભારત પહેલા આ ફીચરને બ્રાઝિલ, જર્મની અને ફ્રાન્સમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફીચરની મદદથી યૂઝર વીડિયો ક્રિએટ કરી શકશે અને તેની સાથે ક્રિએટિવ ફિલ્ટર અને મ્યૂઝિક પણ જોડી શકશે. યૂઝર રીલ્સની મદદથી 15 સેકેન્ડનો વીડિયો ક્રિએટ અને શેર કરી શકશે. નવા ફીચરમાં યૂઝરને વીડિયો શૂટ કરવાની સાથે ઈન્સ્ટાગ્રામ કેટલોગથી મ્યૂઝિક અને ફિલ્ટર જોડવાની સુવિધા પણ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ રીતે કરશો શરૂ
ઈન્સ્ટાગ્રામ રીલ્સથી ટિકટોકની જેમવીડિયો ક્રિએટ કરવા માટે સૌથી પહેલા તમારે ઈન્સ્ટાગ્રામનો કેમેરો ચાલુ કરવો પડશે અને તેનાથી 15 સેકેન્ડનો વીડિયો બનાવી શકશો. ટિકટોકની જેમ રીલ્સમાં પણ ઈન્સ્ટાગ્રામ મ્યૂઝિક લાઇબ્રેરીમાંથી ઓડિયોની સાથે સ્પીડ, ઇફેક્ટસ અને ટાઇમર જેવી સુવિધા આપે છે. રીલ્સને રેકોર્ડ કર્યા બાદ યૂઝરે તે ઓડિયન્સને પસંદ કરવી પડશે, જેની સાથે તે શેર કરવા ઈચ્છે છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝથી વિપરીત રીલ્સને એક્સપ્લોર સેક્શનમાં શેર કરી શકાય છે, જ્યાંથી તેને આ પ્લેટફોર્મ પર બધા જોઈ શકે છે. 15 સેકેન્ડનામલ્ટીપલ રીલ્સને એકવારમાં અલગ-અલગ ઇફેક્ટ્સની સાથે રેકોર્ડ કરી શકાય છે. યૂઝર રીલ્સને પોતાની જરૂરીયાત પ્રમાણે રિવ્યૂ, ડિલીટ કે પછી રી-રેકોર્ડ કરી શકે છે. ટિકટોકની જેમ રીલ્સમાંપણ યૂઝ ઓડિયોનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેની મદદથી યૂઝરને પોતાના ઓરિઝનલ વીડિયોની સાથે રીલ્સ ક્રિએટ કરવામાં મદદ મળશે. 


ભારતમાં જલદી લોન્ચ થશે રિયલમી C11, ઓછા ભાવમાં દમદાર ફીચર્સ


કઈ રીતે ક્રિએટ કરી શકો રીલ્સ
- આ માટે યૂઝરે સૌથી પહેલા નીચે ઈન્સ્ટાગ્રામ કેમેરામાંથી રીલ્સને સિલેક્ટ કરવી પડશે.
- ત્યારબાદ ઓડિયો ઓપ્શન પર ક્લિક કરવું પડશે. પછી ઈન્સ્ટાગ્રામ મ્યૂઝિક લાઇબ્રેરીમાંથી તે ગીતને પસંદ કરવાનું રહેશે, જેને તમે રીલ્સની સાથે ઉપયોગ કરવા માગો છો. 
- જો યૂઝર ઈચ્છે તો ટિકટોકની જેમ પોતાના ઓરિઝનલ વીડિયોનો ઉપયોગ કરી શકે છે. 
- યૂઝર વીડિયોની સાથે એઆર ઇફેક્ટને જોડી શકે છે. તેનાથી રીલને રસપ્રદ અને બીજાથી અલગ બનાવી શકાય છે. અહીં યૂઝરને ઓડિયો-વીડિયોની સ્પીડને કંટ્રોલ કરવાનો પણ વિકલ્પ મળશે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube