ઈન્સ્ટાગ્રામનું નવું ફીચર, ભૂલેચૂકે જો ન્યૂડ ફોટા મોકલ્યા તો થઈ જશે આવું
સેક્સ્ટોર્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા કેસો પર લગામ લગાવવા હવે મેટાએ એક યોજના ઘડી નાખી છે. ઈન્સ્ટાગ્રામ કથિત રીતે ટીનેજર્સને તેમના ડીએમમાં ન્યૂડ ફોટામાં દેખાડતા બચાવવા માટે એક નવું સેફ્ટી ફીચર લાવ્યું છે.
સેક્સ્ટોર્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા કેસો પર લગામ લગાવવા હવે મેટાએ એક યોજના ઘડી નાખી છે. ઈન્સ્ટાગ્રામ કથિત રીતે ટીનેજર્સને તેમના ડીએમમાં ન્યૂડ ફોટામાં દેખાડતા બચાવવા માટે એક નવું સેફ્ટી ફીચર લાવ્યું છે. જો રેસીપેન્ટ ટીનેજર હોય તો તે ન્યૂડ ફોટાને ઓટોમેટિકલી બ્લોક કરી નાખશે. આ સેફ્ટી ફીચરનો હેતુ ત્રણ પરેશાનીઓનો ઉકેલ આવે તે છે. પહેલી મુશ્કેલી એ છે કે ટીનેજર્સને માંગ્યા વગર ન્યૂડ તસવીરો મળે છે, જે તે જોવા નથી ઈચ્છતા. બીજી પરેશાની એ છે કે ટીનેજર્સનું ન્યૂઝ ફોટો સેન્ડ કરવું, તેને ભલે ટીનેજરે શેર કર્યા હોય પરંતુ તે કાયદા વિરુદ્ધ છે અને ત્રીજુ...બ્લેકમેઈલ કરવાના હેતુથી.
પોપ અપ મેસેજ મળશે
ઈન્સ્ટાગ્રામ ડીએમમાં ન્યૂઝ ફોટાને ડિટેક્ટ કરવા માટે એક ખાસ પ્રકારની ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. ડેટ ઓફ બર્થના આધારે ટીનેજર્સની ઓળખ કરવામાં આવશે અને ફોટાને બ્લર કરવામાં આવશે. આ સાથે એક વોર્નિંગ મેસેજ પણ દેખાશે. વોલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટનું માનીએ તો જો કોઈ ટીનેજરને ન્યૂડ ફોટો મળે તો એક પોપઅપ મેસેજ આવશે. જેમાં જણાવવામાં આવશે કે સામેવાળાને કેવી રીતે બ્લોક કરવો કે રિપોર્ટ કરવો. જો કોઈ ન્યૂડ ફોટા મોકલે તો તેને એલર્ટ કરાશે, જેથી કરીને તે પોતાનું મન બદલે અને અનસેન્ડ કરી નાખે.
ટીનેજર્સ માટે ઓન મળશે આ ફીચર
નાના બાળકોના એકાઉન્ટ માટે આ ખાસ ચીજ શરૂમાં ચાલુ રહેશે પણ તેઓ ઈચ્છે તો તેને બંધ પણ કરી શકે છે. મોટાના એકાઉન્ટમાં ઉલ્ટુ છે. આ ચીજ શરૂઆતમાં બંધ રહેશે પણ ઈચ્છે તો ચાલુ કરી શકે છે.
ધીરે ધીરે બધા સુધી પહોંચશે આ ફીચર
આ ખાસ ફીચર ધીરે ધીરે આગળના સમયમાં બધાને મળવા લાગશે અને ગણતરીના મહિનાઓમાં સમગ્ર દુનિયામાં ઉપલબ્ધ થશે. પણ ધ્યાન આપજો કે આ સુરક્ષા ફીચર ફેસબુક મેસેન્જર કે વોટ્સએપ પર કામ કરશે નહીં. આ અંગે વધુ સ્પષ્ટ માહિતી કંપની જ્યારે આ ફીચર વિશે વિસ્તૃત જાણકારી આપશે ત્યારે જાણી શકાશે.
Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube