Knowledge: મોબાઈલનું સીમકાર્ડ એક ખૂણાથી કપાયેલું કેમ હોય છે? 99% લોકો નથી જાણતા તેનું કારણ
Interesting Facts: તમે મોબાઈલમાં વપરાતા સીમ કાર્ડ પર જરૂર ધ્યાન આપ્યું હશે, જે એક ખૂણાથી કપાયેલું હોય છે. પરંતું તમે વિચાર્યુ છે કે આવું કેમ હોય છે, જાણી લો કારણ
SIM Card: આજના જમાનામાં મોબાઈલ ફોન લોકોના જીવનનનો મહત્વનો ભાગ બની ગયા છે. લોકો અનેક કલાકો સુધી સ્ક્રીન પર જોયા કરે છે. મોબાઈલ સતત સ્માર્ટ બની રહ્યાં છે. તેનાથી લોકોના અનેક કામ સરળ થઈ રહ્યાં છે. પરંતુ મોબાઈલમાં સૌથી જરૂરી છે સીમકાર્ડ. સીમકાર્ડની મદદથી જ મોબાઈલમાં નેટવર્ક આવે છે. જેનાથી આપણે ફોન કરી શકીએ છીએ. મેસેજ કે ઈન્ટરનેટ તેનાથી આવે છે. પરંતુ તમારું ધ્યાન ગયુ હશે કે સીમકાર્ડ એક સાઈડથી કપાયેલું હોય છે. આ પાછળ શું કારણ છે તે આજે જાણી લો.
પહેલા સીમકાર્ડ નોર્મલ હોતા હતા
આજે ભારત સહિત દુનિયાભરમાં અનેક ટેલિકોમ કંપનીઓ છે, સીમકાર્ડ બનાવે છે. તમામ સીમકાર્ડ સાઈડથી કપાયેલા હોય છે. માત્ર ભારત જ નહિ, દુનિયાભરના સીમકાર્ડ એક જ સ્ટાઈલથી બનાવાયેલા હોય છે. તમને જણાવી દઈએ કે, શરૂઆતમાં જ્યારે સીમકાર્ડ બનાવાયેલા હતા ત્યારે તે સાઈડથી કપાયેલા ન હતા, પરંતુ જ્યારે મોબાઈલ ફોન માટે સીમકાર્ડ ડિઝાઈન કરવામાં આવ્યા હતા ત્યારે તેનો આકાર નોર્મલ અને ચોરસ હતો.
આ પણ વાંચો : તુટી ચુક્યા છે 150 હાડકા, રેર બીમારી ધરાવતા સ્પર્શ શાહે 120 મિનિટ પગ ઉંચો રાખીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
તેને સાઈડથી કટ કરવા પાછળનું કારણ
જ્યારે પહેલા સીમકાર્ડ નોર્મલ ચોરસ બનતા હતા તો પછી એવુ તો શું થયું તે સાઈડથી કપાવા લાગ્યા. હકીકતમાં જ્યારે સીમકાર્ડ ચોરસ હતા, ત્યારે લોકોને તેને સમજવામાં પરેશાની થતી હતી કે, સીમકાર્ડનો સીધો અને ઉલટો ભાગ કયો છે. આવામાં અનેક લોકો સીમકાર્ડને ઉલટુ નાંખી દેતા હતા. આ કારણે બાદમાં ફોનમાં તકલીફ થતી હતી. અનેકવાર તો સીમની ચીપ ખરાબ થઈ જતી હતી.
આ પણ વાંચો : સિંગતેલના ભાવ વધુ એકવાર વધ્યા, ઓઈલ એસોસિયેશને પ્રધાનમંત્રીને લખ્યો પત્ર
લોકોનું કામ સરળ થયું
લોકોની સમસ્યાને જોતા ટેલિકોમ કંપનીઓએ સીમની ડિઝાઈનમાં ચેન્જિસ કરવાની જરૂરિયાત લાગી. તેના બાદ કંપનીઓએ સિમ કાર્ડને એક ખૂણાંમાંથી કાપી નાંખ્યું. આ કટવાળા સીમકાર્ડને કારણે લોકોને મોબાઈલ ફોનમાં સીમકાર્ડ લગાવવું અને કાઢવું સરળ બની ગયું. કારણ કે, સીમકાર્ડ કાપવાને કારણે એક ખૂણાનું નિર્માણ થયું હતું. આવામાં લોકોને સીમકાર્ડ ઉપયોગ કરવામાં સરળતા થવા લાગી. જેને કારણે તમામ ટેલિકોમ કંપનીઓએ પણ સીમકાર્ડ માટે આ ડિઝાઈન અપનાવી લીધી. હવે આવા જ સીમકાર્ડ માર્કેટમાં વેચાવા લાગ્યા.