નવી દિલ્હી: સરકારના પ્રયત્નો અને રિલાયન્સ જિયો (Reliance Jio) જેવી ખાનગી કંપનીના લીધે દેશમાં ડેટા ગત છ વર્ષમાં 95 તકા સસ્તો થયો છે. તેના લીધે ઇન્ટરનેટનો ઉપયોગ કરનારની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક રિપોર્ટમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે. 'ડિજિટલ ઇન્ડીયા-ટેક્નોલોજી ટૂ ટ્રાંસફોર્મ એ કનેક્શન નેશન' રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં સતત સસ્તો થતા વર્ષ 2023 સુધી ઇન્ટરનેટના યૂજર્સની સંખ્યા 40 ટકા વધી જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન સ્માર્ટફોન રાખનાર લોકોની સંખ્યા પણ બમણી થઇ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2025 સુધી બિઝનેસ વધીને 435 અરબ ડોલર થઇ જશે
રિપોર્ટના અનુસાર સરકારની મદદથી અર્થવ્યવસ્થાને ડિજિટલ બનાવવામાં મદદ મળી છે. રિલાયન્સ જિયો જેવી ખાનગી કંપનીના કારણે 2013થી ડેટાનો ખર્ચ 95 ટકાથી વધુ ઓછો થઇ ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશના મુખ્ય ડિજિટલ ક્ષેત્ર 2025 સુધી બમણું વધીને 435 અરબ ડોલરનો થઇ જશે. ભારત ડિજિટલ યૂજર્સ માટે સૌથી ઝડપથી વધતા બજારોમાંથી એક છે. દેશમાં 2018 સુધી ઇન્ટરનેટના 56 કરોડ યૂજર્સ હતા જો કે ફક્ત ચીનથી ઓછા છે.

Xiaomi એ ભારતમાં લોન્ચ કર્યો Mi LED Smart Bulb, આ છે ખાસિયત


દરેક યૂજર યૂઝ કરે છે 8.3 જીબી ડેટા
રિપોર્ટ અનુસાર દેશમાં મોબાઇલ ડેટા યૂજર્સ એવરેજ દર મહિને 8.30 GB ડેટા યૂજ કરે છે. આ સરેરાશ ચીનમાં 5.50 GB તથા દક્ષિણ કોરિયામાં 8 થી સાડા 8.5 GB છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે '17 પરિપક્વ અને વિકસતા બજારોના અમારા વિશ્લેષણથી ખબર પડી છે કે ભારત કોઇપણ અન્ય દેશની તુલનામાં વધુ ઝડપથી ડિજિટલ થઇ રહ્યો છે.  


ઓનલાઇન સર્વિસ યૂજને સુભલ બનાવવામાં આવી
રિપોર્ટ અનુસાર 'ખાનગી ક્ષેત્રના નવાચારને લાખો યૂજર્સ સુધી ઇન્ટરનેટ  ઇનેબલ્ડ સેવાઓને પહોંચાડવામાં મદદ કરી છે અને ઓનલાઇન સેવાઓના ઉપયોગથી વધુ સુલભ બનાવી છે. ઉદાહરણ માટે રિલાયન્સ જિયો દ્વારા મોબાઇલ સેવાઓની સાથે પરોક્ષ રીતે મફત સ્માર્ટફોનની રજૂઆતે ક્ષેત્રમાં નવાચાર તથા પ્રતિસ્પર્ધી કિંમતોને પ્રોત્સાહન આપ્યું.'

આ કંપનીએ 7 હજારથી પણ ઓછી કિંમતમાં લોન્ચ કર્યો 4 કેમેરાવાળો સ્માર્ટફોન
WhatsApp ચેટનો સ્ક્રીનશોટ લેવો થશે મુશ્કેલ, કંપની લાવી રહી છે નવું ફીચર


રિપોર્ટના અનુસાર દેશમાં સરેરાશ સોશિયલ મીડિયા યૂજર્સ આ મંચો પર દરેક અઠવાડિયે 17 કલાક પસાર કરે છે. આ ચીન અને અમેરિકાની તુલનામાં વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓછામાં ઓછું એક ડિજિટલ લેણ-દેણ ખાતા ધરાવનાર લોકોની સંખ્યા 2011 બાદ 80 ટકા વધી છે. રિપોર્ટમાં તેનો શ્રેય સરકારની જન-ધન યોજના હેઠળ 33.20 કરોડ લોકોના મોબાઇલ આધારિત બેંક એકાઉન્ટ ખોલવા આપ્યા છે.