Xiaomi એ ભારતમાં લોન્ચ કર્યો Mi LED Smart Bulb, આ છે ખાસિયત
Trending Photos
નવી દિલ્હી: ચીની ટેક કંપની Xiaomi એ આજે ભારતમાં એક ઇવેંટ આયોજિત કરી હતી. આ ઇવેંટમાં કંપનીએ ત્રણ પ્રોડક્ટ લોન્ચ કરી છે. Redmi Y3, Redmi 7 અને Mi LED સ્માર્ટ બલ્બ. આ સ્માર્ટ બલ્બ આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ બેસ્ડ ડિવાઇસને સપોર્ટ કરે છે. કંપનીના અનુસાર આ બલ્બ અમેઝોન એલેક્સા વોઇસ એસિસ્ટેંટથી ઓપરેટ કરી શકાય છે.
MI LED સ્માર્ટ બલ્બને ગૂગલ હોમથી કનેક્ટ કરી શકો છો કારણ કે તેમાં Google Assistant નો પણ સપોર્ટ છે. શાઓમીના અનુસાર Mi LED Smart Bulb 16 મિલિયન કલર્સ સપોર્ટ કરે છે. આ સ્માર્ટ બલ્બને Mi Home App વડે કંટ્રોલ કરી શકો છો. કંપનીએ ભારતમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્ગ્સ (IoT) ડિવાઇસ લોન્ચ કરી દીધી છે. ચીનમાં શાઓમી લાંબા સમયથી IoT ડિવાઇસ વેચે છે અને હવે ભારત તરફ વલણ કરવામાં આવ્યું છે.
લોન્ચ ઇવેન્ટ દરમિયાન Xiaomi એ દાવો કરવામાં આવ્યો છે Mi LED Smart Bulb નો લાઇફ સ્પેમ 11 વર્ષ સુધીનો છે. કંપનીના અનુસાર તેને યૂઝ કરવા માટે કોઇ બ્રિજ હબનો યૂઝ કરવો નહી પડે. જોકે કંપનીએ લોન્ચ દરમિયાન આ સ્માર્ટ બલ્બની કિંમતની જાહેરાત કરી નથી.
Mi LED સ્માર્ટ બલ્બ 26 એપ્રિલથી શાઓમીની વેબસાઇટ Mi.com પર ક્રાઉડફંડિંગ દ્વારા મળશે. સ્પષ્ટ છે કે તે દિવસથી તમને આ સ્માર્ટ બલ્બની કિંમતનો પણ અંદાજો આવી જશે. યૂરોપમાં Mi LED Smart Bulb ની કિંમત 20 ડોલર ( લગભગ 1396 રૂપિયા)થી શરૂ છે. એટલે કે ભારતમાં આ સ્માર્ટ બલ્બની કિંમત 1,500 રૂપિયાની અંદર વેચવામાં આવી શકે છે. આ બલ્બ યૂઝ કરવો લોકો માટે સરળ રહેશે. તેના માટે Mi Home App ડાઉનલોડ કરવી પડશે. તેનાથી કનેક્ટ કરવા ઓફ ઓન, કલર ચેંજ, બાઇટનેસ અને અલગ-અલગ મોડ પર આ સ્માર્ટ બલ્બને તમે સેટ કરી શકશો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે