નવી દિલ્હીઃ એપલ આઈફોન 11 (iPhone 11), આઈફોન 11 પ્રો (iPhone 11 Pro) અને આઈફોન 11 પ્રો મેક્સ(iPhone 11 Pro Max)ને કંપની 10 સપ્ટેમ્બરે એક ઈવેન્ટ દરમિયાન લોન્ચ કરશે. લોન્ચ પહેલા MyDriversએ આઈફોન 11 સિરીઝના ફીચર્સ, રેન્ડર્સ અને કિંમત લીક કરી છે. આ ત્રર્ણેય સ્માર્ટફોનમાં સ્ક્વાયર સેટઅપમાં રિયર કેમેરા આપવામાં આવશે. આ એપલની ડિઝાઇનમાં ફોટો ફેરફાર છે. ફોનના ફ્રન્ટ ભાગને પહેલા જેવો રાખવામાં આવ્યો છે. ફોનમાં પહેલાની જેમ રેક્ટૈગ્યુલર નોટ આપવામાં આવશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ફોનમાં 18W પાવર અડોપ્ટર આપવામાં આવશે. પરંતુ આ વિશે કંપની તરફથી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈફોન 11: કિંમત અને ફીચર્સ
આ ફોન આઈફોન XR સસ્કેસર હશે. ફોનમાં બે કલર ઓપ્શન પર્પલ અને ગ્રીનમાં આવશે. ફોનમાં 6.1 ઇંચ LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ તે લાઇનઅપનો સૌથી સસ્તો આઈફોન હશે જેની કિંમત $749 એટલે કે લગભગ 53,000 રૂપિયા હશે. ફોનમાં A13 ચિપ હશે. ફોનમાં 4જીબી રેમ અને 64GB/256GB/512GB ઇન્ટરનલ સ્ટોરેજનો વિકલ્પ હશે. ફોન 3,110 mAhની બેટરીથી પોવર્ડ છે. ફોનમાં 12MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવશે. ફોનમાં રિયર કેમેરો પણ 12MPનો હશે. 


આઈફોન 11 પ્રોઃ કિંમત અને ફીચર્સ
આ ફોનમાં iPhone XS જેવી 5.8 OLED ડિસ્પ્લે આપવામાં આવશે. આ ફોનની કિંમત $999 એટલે કે લગભગ 71 હજાર રૂપિયા હોઈ શકે છે. ફોનમાં ફેસ-આઈડી અને અને A13 પ્રોસેસર હશે. ફોનમાં 3D ટચ હશે નહીં. ફોનમાં 6 જીબી રેમ અને 128GB/256GB/512GB સ્ટોરેજનો વિકલ્પ મળશે. ફોનમાં 3,190mAhની બેટરી આપવામાં આવશે. ફોનમાં રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવશે. ફોનમાં  12MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે. ફ્રેન્ટ કેમેરો પણ 12MPનો હશે. 


આઈફોન 11 પ્રો મેક્સઃ કિંમત અને ફીચર્સ
Apple iPhone 11 Pro Maxના મોટા ભાગના ફીચર્સ આઈફોન 11 પ્રો જેવા જ છે. પરંતુ ફોનમાં 6.5 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવશે. ફોનની શરૂઆતી કિંમત $1099  એટલે કે લગભગ 78 હજાર રૂપિયા હશે. ફોનમાં 3,500mAh બેટરી આપવામાં આવશે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર