નવી દિલ્હીઃ આજના સમયમાં દરેક લોકો પાસે એક સ્માર્ટફોન તો હોય છે. પરંતુ લોકોની ઈચ્છા હંમેશા iPhone ખરીદવાની રહે છે. દરેક વ્યક્તિ iPhone એટલા માટે નથી ખરીદી શકતો કારણ કે તે મોંઘો ફોન છે. આજે અમે તમને એવા સ્માર્ટફોન વિશે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત 6 હજારથી ઓછી છે પરંતુ તે iPhone 13 જેવો દેખાય છે. આવો જાણીએ iPhone 13 ના ડુપ્લીકેટ વિશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્માર્ટફોન છે iPhone 13 નો ડુપ્લીકેટ
અમે અહીં Gionee G13 Pro ની વાત કરી રહ્યાં છીએ, જેની ડિઝાઇન  iPhone 13 જેવી છે. જો તમે વિચારી રહ્યાં છો તો અમે તમને જણાવી દઈએ કે આ ફોનને  iPhone 13 ની જેમ એક ફ્લેટ ફ્રેમ આપવામાં આવી છે. તેના કેમેરા મોડ્યૂલની ડિઝાઇન પણ એપલના લેટેસ્ટ સ્માર્ટફોન જેવી છે અને તેમાં સેલ્ફી કેમેરા માટે નોચ પણ આપવામાં આવી છે. 


આ પણ વાંચોઃ શાનદાર ડિઝાઇન સાથે આવી રહ્યો છે Realme નો લેટેસ્ટ 5G Smartphone, જાણો તેના જબરદસ્ત ફીચર્સ


આ સ્માર્ટફોનની ડિસ્પ્લે અને સ્ટોરેજ
HarmonyOS પર કગામ કરનાર આ સ્માર્ટફોન 6.26 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે અને 19:9 ના આસ્પેક્ટ રેશિયોની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. Gionee G13 Pro નું બેસ વેરિએન્ટ 4GB RAM અને 32જીબી સ્ટોરેજ સાથે આવે છે. તેના બીજા વેરિએન્ટમાં 4GB RAM અને 128GB સુધીનું ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. 


Gionee G13 Pro નો કેમેરા
કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોન એક ડ્યુલ રિયર કેમેરા સેટઅપની સાથે આવે છે, જેમાં પ્રાઇમરી સેન્સર 13 મેગાપિક્સલનું છે અને બીજુ સેન્સર એક મેક્રો સેન્સર છે. તેમાં સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળશે. આ ફોન 4જી સેવા સાથે આવે છે, જે યૂનીસોક T310 SoC પર કામ કરે છે. 


આ પણ વાંચોઃ Jio vs Airtel: 56 દિવસ ચાલનારા શાનદાર પ્લાન, 112GB સુધી ડેટાની સાથે ફ્રી કોલિંગનો લાભ  


આ સ્માર્ટફોનના અન્ય ફીચર્સ
Gionee નો આ ફોન 3,500mAh ની બેટરી, 3.5mm ના હેડફોન જેક, વાઈફાઈ અને બ્લૂટૂથ સપોર્ટની સાથે લોન્ચ કરવામાં આવી રહ્યો છે. તેમાં એક ખાસ એલ્ડરલી મોડ છે, જેમાં ઉંમરમાં મોટા યૂઝર્સને ફોન્ટ વધારવા અને હેલ્થ થતા પેમેન્ટ કોડ્સને મોકલવાની સુવિધા મળે છે. આ મોડ મોટી ઉંમરના લોકો માટે સુવિધા સરળ બનાવે છે. Gionee G13 Pro માં ફેસ અનલોકિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે. 


તમને જણાવી દઈએ કે  Gionee G13 Pro ને હાલ માત્ર ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે અને તેને ફર્સ્ટ સ્નો ક્રિસ્ટલ, સી બ્લૂ અને સ્ટાર પાર્ટી પર્પલ, આ ત્રણ કલરમાં ખરીદી શકાય છે. તેનું 32GB વાળું બેઝ વેરિએન્ટ ચીનમાં 529 યુઆન (6200 રૂપિયા) નું છે અને 128GB જીબીવાળા મોડલની કિંમત 699 યુઆન ( લગભગ 8200 રૂપિયા) છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube