ના હોય! iPhone 13 Mini: 70 હજારના ફોન પર 21 હજારનું ડિસ્કાઉન્ટ
Apple આ વર્ષે પોતાનો નવો આઇફોન, iPhone 14 લોન્ચ કરવા જઇ રહી છે. સામાન્ય રીતે એવું થાય છે કે જ્યારે નવો iPhone લોન્ચ કરવામાં આવે છે ત્યારે જૂના મોડલના ભાવ ઘટી જાય છે.
નવી દિલ્હી: Apple આ વર્ષે પોતાનો નવો આઇફોન, iPhone 14 લોન્ચ કરવા જઇ રહી છે. સામાન્ય રીતે એવું થાય છે કે જ્યારે નવો iPhone લોન્ચ કરવામાં આવે છે ત્યારે જૂના મોડલના ભાવ ઘટી જાય છે. તમને એક એવી શાનદાર ડીલ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેથી તમે iPhone 13 Mini ને હજુ પણ સસ્તામાં ખરીદી શકો છો. આવો જાનીએ આ જોરદાર સ્માર્ટફોન પર તમને 21 હજાર રૂપિયાથી વધુની છૂટ કેવી રીતે મળી શકે છે.
iPhone 13 Mini Offer
અમે અહીં Flipkart પર મળનાર એક ઓફરની વાત કરી રહ્યા છીએ જેથી તમે iPhone 13 Mini ને એકદમ સસ્તામાં ખરીદી શકો છો. 128GB વાળા iPhone 13 Mini ના આ વેરિએન્ટને 69,900 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેને ફ્લિપકાર્ટ પર 7% એટલે કે 5 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 64,900 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. તેને ખરીદતી વખતે તમે ફ્લિપકાર્ટ બેંકસ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા 5% એટલે કે 3,245 રૂપિયાનું કેશબેક મળી જશે ત્યારબાદ iPhone 13 Mini ની કિંમત 61,655 રૂપિયા થઇ જશે.
સેમસંગ લાવશે P-શેપનો નવો સ્ટાઇલિશ Fold Smartphone, ડિઝાઇન જોઇ ડગળી ખસી જશે
આ રીતે મેળવો 21 હજાર રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ
Flipkart ની iPhone 13 Mini વાળી ડીલમાં એક એક્સચેંજ ઓફર પણ આપવામાં આવી રહી છે. તમારા જૂના સ્માર્ટફોનના બદલામાં આ સ્માર્ટફોનને ખરીદીને તમે 13 હજાર રૂપિયા સુધીની છૂટ મેળવી શકો છો. જો તમને આ એક્સચેંજ ઓફરનો પુરો લાભ મળી જાય છે તો તમારા માટે iPhone 13 Mini ની કિંમત 61,655 રૂપિયાથી ઓછી થઇને 48,655 રૂપિયા થઇ જશે. એટલે કુલ મળીને તમે આ ડીલમાં 21,245 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
મનમોહી લે છે Vivo નો આ સુંદર સ્માર્ટફોન, ડિઝાઇન અને રંગ જોઇ લોકોએ કહ્યું- ઉફ્ફ! દીવાના બનાવી દીધા
iPhone 13 Mini Features
Apple નું આ આઇફોન A15 બાયોનિક ચિપ પર કામ કરે છે અને તેમાં 5.4 ઇંચની સુપર રેટિના એક્સડેઆર ડિસ્પ્લે મળશે. 5G સર્વિસવાળા આ ડુઅલ સિમ સ્માર્ટફોન ડુઅલ રિયર કેમેરા સેટઅપની સાથે આવે છે, જેમાં બંને સેન્સર્સ 12MP ના છે. તેમાં તમને 12MP નો એક ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવે છે. એક વર્ષની બ્રાંડ વોરન્ટીવાળો આ iPhone 13 Mini માં તમને દમદાર બેટરી સાથે ક્વિક ચાર્જિંગ સપોર્ટ પણ મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube