iPhone 17 Pro Launch Date and Features: એપલે સપ્ટેમ્બરમાં આઈફોન 16 સીરીઝને લોન્ચ કરી હતી, ત્યારબાદ હવે iPhone 17 સીરીઝ સાથે જોડાયેલી માહિતી લીક થવા લાગી છે. જ્યારે, લીક થયેલી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે iPhone 17 Pro માં ડિઝાઈન, પરફોર્મેંસ અને કેમેરા ફીચર્સમાં મોટો ફેરફાર થવાની સંભાવના દર્શાવે છે. જાણવા મળી રહ્યું છે કે ડિવાઈસ એલ્યુમિનિયમ ફ્રેમ અને રીડિઝાઈન કરેલા રિયર પેનલની સાથે આવશે. એપલની નવી ચિપ અને વધારવામાં આવેલી મેમોરીની સાથે તેના પરફોર્મેંસને અપગ્રેડ કરવાની પણ આશા છે. iPhone 17 Pro માં અમુક કેમેરા અપગ્રેડ પણ જોવા મળી શકે છે. ચાલો તેની લોન્ચ ડેટ, કિંમતથી લઈને બધુ જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iPhone 17 Pro ડિઝાઈન અને કલર
લેટેસ્ટ iPhone 17 Pro લીક્સથી જાણવા મળ્યું છે કે એપલ પહેલાના મોડલમાં ઉપયોગ કરવામાં આવેલી ટાઈટેનિયમ મટેરિયલથી થોડું ડિફરન્ટ એલ્યુમિનિયમ ફ્રેમ પાછી લાવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે રિયર પેનલ એલ્યુમિનિયમ અને ગ્લાસને ભેગું કરશે, જે એક નવો લુક અને ફીલ આપશે. એક રેક્ટેંગુલર કેમેરા બમ્પની પણ આશા છે, જે ફોનને થોડો અલગ લુક આપશે. Apple iPhone 17 Pro માટે કંપની નવા કલર ઓપ્શન લાવી શકે છે, જેમાં ટાઈટેનિયમ-થીમવાળા શેડ્સને હટાવી દેવામાં આવશે.


iPhone 17 Pro ના સ્પેસિફિકેશન
iPhone 17 Pro માં એપલના A19 Pro ચિપ હોવાની આશા છે, જેમાં TSMCની 3nm પર બનાવવામાં આવશે. આ અપગ્રેડથી ઓવરઓલ પરફોર્મેંસ અને એનજી એફિશિએન્સીમાં સુધારો થવાની આશા છે. તેના સિવાય ફોનમાં iPhone 16 Pro ના 8GB RAM  સામેલ હોઈ શકે છે, જે મલ્ટીટાસ્કિંગ અને ડિમાંડિંગ એપથી વધારે સરળતાથી ચલાવવામાં મદદ કરી શકે છે.


iPhone 17 Pro કેમેરા અપગ્રેડ
iPhone 17 Pro માં iPhone 16 Pro માં મળનાર 12MP સેન્સરના બદલે 48MP ટેલીફોટો લેન્સ હોવાની આશા છે. ફ્રન્ટ કેમેરા  માટે Apple 24 MPA સેન્સર રજૂ કરી શકે છે, જે સેલ્ફી અને વીડિયો કોલની ક્વોલિટીને ખુબ જ શાનદાર બનાવશે.


iPhone 17 Pro લોન્ચ ડેટ
iPhone 17 Pro ના સપ્ટેમ્બર 2025માં લોન્ચ થવાની આશા છે, રિપોર્ટ્સ અનુસાર આ એપલના શેડ્યૂલ અનુસાર મહિનાના બીજા અઠવાડિયામાં રિલીઝ કરવાની આશા સેવાઈ રહી છે.


iPhone 17 Pro ની કિંમત
iPhone 17 Pro ની કિંમત iPhone 16 Pro જેટલી જ રહેવાની આશા છે. અમેરિકામાં તેની શરૂઆતી કિંમત 1,099 ડોલર હોઈ શકે છે. ભારતમાં તેની કિંમત 1,19,000 રૂપિયાથી શરૂઆત થઈ શકે છે, જ્યારે દુબઈમાં તેની કિંમત AED 4,299થી શરૂ થશે. જોકે આ લીક્સ માહિતી માત્ર iPhone 17 Pro માં શું શું હોઈ શકે છે, તેની એક ઝલક આપે છે, પરંતુ એપલે હાલ કોઈ માહિતી ઓફિશિયલી આપી નથી.