નવી દિલ્હી: શું થયું હશે? તે પ્રશ્ન છે જે અત્યારે દુનિયામાં હજારો લોકો પૂછી રહ્યા છે. જામી કરેલા પાણીમાં કોઇ ફોનનું પડી જવું અને પછી આખી રાત ત્યાં પડી રહેવું. પરંતુ આ વખતે જાદૂ થઇ ગયો. એક iPhone પાણીમાં પડી ગયો પરંતુ ખરાબ થયો નહી. આવો જાણીએ શું છે સત્ય ઘટના.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાત્રે પડી ગયો હતો ફોન
આ ઘટના કેનેડાના વિક્ટોરિયાની છે. અહીંના સ્થાનિક નિવાસી રોમન આ વેલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરીની રાત્રે પુલની ઉપર ઉભા રહીને ફોટો પાડી રહ્યા હતા. ત્યારે અચાનક હાથમાંથી iPhone XS પડી ગયો. સ્પષ્ટ છે કે રાત્રે બરફ જામી ગયેલા પાણીમાં ઘુસવું અને ફોન શોધવો શક્ય નથી. રોમન નિરાશ થઇને ઘરે જતો રહ્યો. 

CM KCR ના બર્થડે પર મંદિરમાં ચઢાવવામાં આવી 2.5 કિલો સોનાની સાડી, કરોડોમાં છે કિંમત


સવારે ઠંડામાં કૂદી પડ્યા રોમન
સ્થાનિક વેબસાઇટ victoriabuzz ના અનુસાર રોમનને ફોન ફરીથી મળશે ઠીક થવાની આશા નથી. તેમછતાં સવારે રોમન ફરીથી તે પુલમાં ઉતર્યો અને પોતાનો iPhone શોધવા માટે છલાંગ લગાવી દીધી. રોમનની કિસ્મત સારી હતી. જામી ગયેલા પાણીમાં પ્રવેશતાં તેમને પોતાનો ફોન મળી ગયો. 

Loan વસૂલવા માટે બનાવ્યો અજીબોગરીબ નિયમ, Underwear ની પણ કરી દેશે હરાજી


બચી ગયો iPhone XS
રોમનનું કહેવું છે કે iPhone XS આશા કરતાં વધુ દમદાર સાબિત થયો છે. મોટાભાગે iPhone ફક્ત 30 મિનિટ સુધી પણ પાણીથી બચી શકે છે. પરંતુ કલાકો પાણીમાં રહ્યા બાદ પણ રોમનનો iPhone XS ખરાબ ન થયો. 


વોટરપ્રૂફ મામલે Apple પર લાગી ચૂક્યો છે દંડ
વોટરપ્રૂફ મામલે ભલે રોમનની કિસ્મત સારી રહી. પરંતુ થોડા મહિના પહેલાં વોટરપ્રૂફનો દાવો કરવાના મામલે Apple પર કરોડોનો દંડ લાગી ચૂક્યો છે. ઇટલીની એંટી-ટ્રસ્ટ ઓથોરિટી AGCM  એ એપ્પલ (Apple) પર 10 મિલિયન યૂરો (મિલિયન ડોલર) નો દંડ લગાવવામાં આવ્યો હતો. આ દંડ કંપનીના આઇફોન્સની વોટર રેજિસ્ટેંસ ક્ષમતાને લઇને ભ્રામક અથવા ખોટા દાવા કરવા માટે લગાવવામાં આવ્યો હતો.  

આ તો કેવી કમનસીબી!!! આલીશાન ઘરનું સપનું તૂટી ગયું, જીવનભરની કમાણીને ખાઇ ગઇ ઉધઈ


એપ્પલની તેના વોટરપ્રૂફ હોવાના દાવાની ટીકા કરતાં  AGCM એ કહ્યું હતું કે દાવા કેટલાક નિશ્વિત સ્થિતિઓમાં જ સાચા છે. એપ્પલનો દાવો છે કે તેના અલગ-અલગ આઇફોન મોડલ ચાર મીટર સુધીની ઉંડાઇ પર 30 મિનિટ સુધી રેજિસ્ટેંટ એટલે કે વોટરપ્રૂફ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube