નવી દિલ્હી: ફ્લેગશિપ સ્માર્ટફોનના જમાનામાં દિવસેને દિવસે ટેક્નોલોજી આગળ વધી રહી છે. મોટા ભાગની દિગ્ગજ કંપનીઓ એકબીજાને ટક્કર આપવા અદ્યતન ફોન લોન્ચ કરી રહી છે. તેવામાં ફ્લેગશિપ સ્માર્ટફોન મેકર કંપની iQoo આગામી દિવસોમાં ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરશે. iQoo 9 સિરીઝનો વધુ એક ફોન ભારતમાં લોન્ચ થશે. iQoo 9T 5Gને ઈકોમર્સ વેબસાઈટ એમઝોન પર લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. ફોનના ફોટા સોશિયલ મીડિયામાં રિલીઝ કરવામાં આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે iQoo 9T ફોનમાં BMW મોટરસ્પોર્ટના શેડ્સ આપવામાં આવ્યા છે. ફોનના રિયરમાં બ્લૂ, બ્લેક અને રેડ કલર સ્ટ્રિપનું શાનદાર ફિનીશ આપવામાં આવ્યું છે. ફોનમાં વીવોની V1+ ઈમેજિંગ ચિપ સાથે ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોનમાં હોય શકે છે આ સ્પેસિફિકેશન
iQoo 9T 5G માં ડ્યુલ ટોન ફિનીશવાળી ગ્લાસ બોડી મળશે. કેમેરાની વાત કરીએ તો ફોનમાં 50 MP ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જે વીવોની V1+ ઈમેજિંગ ચિપ અને 40x ડિજિટલ ઝુમ સાથે આવશે. આ ફોનમાં સેમસંગ કંપનીનો GN5 પ્રાઈમરી કેમેરો મળી શકે છે. લીક્સ મુજબ આ ફોનમાં ગેમિંગ ફીચર્સ મોશન એસ્ટિમેશન મોશન કંપેન્સેશનનો સપોર્ટ પણ મળી શકે છે.


સૌથી વધુ યૂટ્યૂબ પર શું સર્ચ કરે છે યુવતીઓ? સાંભળીને કહેશો ઓ બાપ રે સાવ આવું!


iQoo 9T 5G માં 6.78 ઈંચ AMOLED ડિસ્પ્લે મળશે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવશે. ફોનમાં Qualcomm Snapdragon 8+ Gen 1 પ્રોસેસર મળશે. ફોનમાં 256 GB UFS 3.1 સ્ટોરેજ સાથે 12 GB સુધી LPDDR5 રેમ મળી શકે છે. iQoo 9T 5G ને 4,700mAh બેટરી અને 120W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ પણ મળશે. કનેક્ટિવિટી માટે, iQoo 9T 5Gમાં 5G, 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ, GPS/A-GPS, USB Type-C પોર્ટ અને ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળી શકે છે.


iQoo 9 સિરીઝમાં અત્યારે 3 ફોન
iQoo 9T 5G લૉન્ચ થયા પછી આ સિરીઝનો આ ચોથો ફોન હશે. iQoo 9, iQoo 9 Pro અને iQoo 9 SE સ્માર્ટફોન ભારતમાં iQoo 9 શ્રેણી હેઠળ લૉન્ચ કરવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube