iQoo 11 pro features: દુનિયામાં સ્માર્ટફોન મેકર્સ કંપનીઓ વચ્ચે સૌથી પાવરફુલ સ્માર્ટફોન બનાવવા માટે સ્પર્ધા લાગી છે. આ રેસમાં પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ iQOOએ દુનિયાનો સૌથી પાવરફુલ ફ્લેગશિપ સ્માર્ટફોન iQOO 11 લોન્ચ કર્યો છે. ભારતમાં આ ફોનને લોન્ચ કરવામાં આવતા તેના સ્પેસિફિકેશન્સ સામે આવ્યા છે. કંપનીએ ગત મહિને ચીનમાં iQOO 11 Proની સાથે iQOO 11 લોન્ચ કર્યો હતો. ભારતમાં માત્ર iQOO 11ને જ લોન્ચ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iQOO 11 એ પહેલો સ્માર્ટફોન છે, જે ભારતમાં Snapdragon 8 Gen 2 પ્રોસેસર સાથે આવે છે. સેલ્ફી માટે કંપનીએ તેમાં પંચ હોલ કટઆઉટ આપ્યું છે. ફોનમાં ફ્લેટ સ્ક્રીન, ઈન્ફ્રારેડ સેન્સર, હાઈ-રાઈઝ ઑડિયો અને અન્ય શ્રેષ્ઠ ફીચર્સ આપવામાં આવ્યા છે. આવો જાણીએ તેની કિંમત અને અન્ય વિગતો.


આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો:
 ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો

આ પણ વાંચો:  અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી


સ્માર્ટફોનની કિંમત કેટલી છે?
આ સ્માર્ટફોન 2 કોન્ફિગરેશનમાં આવે છે. iQOO 11ના બેઝ વેરિઅન્ટની કિંમત 59,999 રૂપિયા છે. આ વેરિયન્ટમાં 8GB RAM + 256GB સ્ટોરેજ મળશે. જ્યારે 16GB RAM + 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 64,999 રૂપિયામાં રાખવામાં આવી છે. 


આ ફોન પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિસ્કાઉન્ટ પછી, બેઝ વેરિઅન્ટ 54,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત 59,999 રૂપિયા હશે. એમેઝોન પ્રાઇમ યુઝર્સને સ્માર્ટફોન પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય Vivo અને iQOO યુઝર્સને એક્સચેન્જ બોનસ પણ મળશે. ફોનનું વેચાણ એમેઝોન પર 13 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે થશે.


આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી


iQOO 11ના સ્પેસિફિકેશન્સ-
આ ફોનમાં 6.78-ઈંચની 2K AMOLED LTPO 4.0 ડિસ્પ્લે મળશે. જે 3200*1440 પિક્સેલ સાથે આવે છે. સ્ક્રીનમાં 1800 Nits બ્રાઈટનેસ, 144Hz રિફ્રેશ રેટ અને અન્ય ફીચર્સને સપોર્ટ કરે છે. સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે Adreno GPU સાથે આવે છે. 


ફોનમાં Android 13 પર આધારિત Funtouch OS ઉપલબ્ધ છે. કંપની આ ડિવાઇસમાં 3 એન્ડ્રોઈડ અપડેટ્સ આપશે. ઓપ્ટિક્સ વિશે વાત કરીએ તો, ફોનમાં 50MP પ્રાઈમરી લેન્સ, 13MP ટેલિફોટો લેન્સ અને 8MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ છે. જ્યારે સેલ્ફી માટે કંપનીએ 16MPનો સેલ્ફી કેમેરો આપ્યો છે. ફોનમાં કંપનીએ એક વધારાની V2 ચિપ આપી છે, જે રાત્રિ દરમિયાન 4K રેકોર્ડિંગમાં મદદ કરે છે. હેન્ડસેટને પાવર આપવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપની અનુસાર, ફોન 8 મિનિટમાં 50 ટકા ચાર્જ થઈ જાય છે.


આ પણ વાંચો: Gold Price Today: લગ્ન સીઝન પહેલાં જ સોનાના ભાવમાં જોરદાર વધારો, ચેક કરો ભાવ
આ પણ વાંચો: Chanakya Niti: ભૂલથી પણ પત્નીને કહેશોની આ 4 વાતો, ચાણક્ય નીતિમાં છે વર્ણન
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube