નવી દિલ્હી: ટ્વિટર  (Twitter) ના સીઇઓ અને અરબપતિ જૈક ડોરસી (Jack Dorsey) પોતાના એક ટ્વીટને 2 કરોડમાં વેચવા માટે તૈયાર છે. આ ડોરસીનું પહેલું ટ્વીટ છે જેને તેમણે 6 માર્ચના 2006માં પોસ્ટ કર્યું હતું. તેમાં તેમણે લખ્યું હતું, 'જસ્ટ સેટિંગ અપ માઇ ટ્વિટર'. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ ઠીક 15 વર્ષ બાદ તેમણે પોતાના ટ્વીટને ક્રિપ્ટોકરન્સીના રૂપમાં વેચવાની જાહેરાત કરી. આ જાહેરાત બાદ લગાવવામાં આવેલી બોલી ખૂબ જલદી 2,67,000 ડોલર એટલે કે 2 કરોડ રૂપિયા સુધી સુધી પહોંચી ગઇ. ડોરસેએ એનએફટી (નોન-ફંજિબલ ટોકન) માટે એક બિલ્ડિંગ લિંક સાથે 'વેલ્યૂબલ્સ' નામના એક પ્લેટફોર્મના માધ્યથી ટ્વીટ કર્યું. એનએફટી એથેરિયમ બ્લોકચેન પર એક ડિજિટલ ટોકન છે. 

Gold Price Today 6th March: સતત ફીકી પડી રહી છે સોનાની ચમક, સોનું 12,300 તો ચાંદી 15,105 થઇ સસ્તી


કેમ ખાસ છે આ ટ્વીટ?
વેલ્યૂએબલ્સના અનુસાર તમે જો ખરીદી કરી રહ્યા છે તે ટ્વીટનું એક ડિજિટલ સર્ટિફિકેટ છે, આ ટ્વીટ અનોખી છે કારણ કે તેને મેન્યુફેક્ચરરે સાઇન અને ઇંસ્ટોલ કરી છે. જોકે ફેક્ટ એ છે કે આ ટ્વીટ ઇન્ટર્નેટ પર લગભગ 15 વર્ષથી સાર્વજનિક રૂપથી ફ્રીમાં ઉપલભ્દ છે. 


NFT દ્રારા વેચી શકો છો ડિજિટલ આઇટમ
તમને જણાવી દઇએ કે એનએફટી લોકોને અનોખા ડિજિટલ આઇટમ્સની ઓનરશિપને ખરીદવા અને વેચવાની અનુમતિ આપે છે. સાથે જ બ્લોકચેનનો યૂઝ કરનારા લોકોનો એક રેકોર્ડ રાખે છે. જાણિતા આર્ટિસ્ટ ગ્રિમ્સએ તાજેતરમાં જ લગભગ 60  લાખ ડોલરમાં ઘણા એનએફટી આઇટમ વેચી છે. 

Reliance Jio કરવા જઇ રહી છે ધમાકો, લોન્ચ કરશે સૌથી સસ્તું લેપટોપ JioBook, જાણો ફીચર્સ અને કિંમત


2,00,000 ડોલરથી વધુની ઐતિહાસિક કમાણી
લેબ્રોન જેમ્સના એક એનએફટીએ લેકર્સ માટે 2,00,000 ડોલરથી વધુની એક ઐતિહાસિક કમાણી કરી. એનપીઆરના રિપોર્ટ અનુસાર, લિયોનના બેંડ કિંગ્સ એનએફટીના રૂપમાં પોતાનો નવો એલ્બમ જાહેર કરી રહ્યા છે. એનએફટી બ્લોકચેન પર કરન્સીની એક યૂનિટને રીફર કરે છે, જે પ્રકારે બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી ખરીદી અને વેચવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube