નવી દિલ્હીઃ Reliance Jio Recharge Cashback Offer:  મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ જીયો પોતાના પ્રીપેડ યૂઝર્સો માટે શાનદાર ઓફર લઈને આવી છે. કંપની આ Jio Offer હેઠળ પોતાના કેટલાક રિચાર્જ પ્લાન પર 20% Cashback ઓફર કરી રહી છે. જીયો ગ્રાહકોને આ પ્લાનના રિચાર્જ પર 20 ટકા કેશબેક મળશે. જાણો આ પ્લાનની વિગત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio 249 Plan
250 રૂપિયાથી ઓછી કિંમતના આ પ્લાનની સાથે Reliance Jio તરફથી કેશબેક ઓફર કરવામાં આવી રહ્યું છે. પ્લાનની સાથે મળનાર બેનિફિટ્સની વાત કરીએ તો દરરોજ 2જીબી ડેટાની સાથે 28 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે ગ્રાહકોને કુલ 56 જીબી ડેટા મળશે સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળી રહ્યો છે. આ રિચાર્જ પેકની સાથે દરરોજ 100 એસએમએસનો પણ ફાયદો ગ્રાહકોને મળે છે.


આ પણ વાંચોઃ 4 કેમેરા અને 5000mAh બેટરી સાથે Oppo A16 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત


Jio 599 Plan
600 રૂપિયાથી ઓછી કિંમતના આ પ્લાન સાથે પણ મુકેશ અંબાણીની કંપની 20 ટકા કેશબેક આપી રહી છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2જીબી ડેટા અને 84 દિવસની વેલિડિટી મળી રહી છે. આ હિસાબે કુલ 168 જીબી ડેટા અને દરરોજ 100 એસએમએસ મળી રહ્યાં છે. 


Jio 555 Plan
આ  Jio Prepaid Plan થી રિચાર્જ કરાવનાર યૂઝર્સને પણ 20 ટકા કેશબેક આપવામાં આવી રહ્યું છે. પ્લાનની સાથે મળનારા બેનિફિટની વાત કરીએ તો દરરોજ 1.5 જીબી ડેટા સાથે 84 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે.  


આ પણ વાંચોઃ  28 દિવસથી લઈને 336 દિવસ સુધીની વેલિડિટી, Jio ના સૌથી સસ્તા પ્લાન


અન્ય બેનિફિટ્સ
ઉપર આપેલા બધા Jio Recharge Plans ની સાથે JioCinema, JioTV સિવાય જીયો સિક્યોરિટી, જીયો ન્યૂઝ અને જીયો ક્લાઉડ જેવી જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube