ફાયદાનો વરસાદ! દરરોજ 3GB ડેટા અને 499 રૂપિયાનું Disney+ Hotstar ફ્રી, કિંમત છે 500થી ઓછી
Best Prepaid Plans under 500: આજે અમે તમને જીયો અને એરટેલના એક દમદાર પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ. તમને આ પ્લાનમાં કોલિંગ અને ડેટા સાથે ઓટીટી પ્લેટફોર્મનું ફ્રી સબ્સક્રિપ્શન અને બીજા ફાયદા પણ મળશે.
નવી દિલ્હીઃ Reliance Jio Recharge Plan under 500: જો તમે પણ મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સજીયોના યૂઝર છો અને તમે એવા Jio Planની શોધમાં છો તો 500 રૂપિયાથી ઓછી કિંમતમાં તમને દરરોજ ઓછામાં ઓછો 3GB ડેટા પણ આપે અને સાથે OTT બેનિફિટનો ફ્રીમાં ફાયદો મળે તો અમારી આ ખબર તમારા માટે છે. અમે આજે તમને 500 રૂપિયાથી ઓછી કિંમતમાં રિલાયન્સ જીયોની પાસે ઉપલબ્દ એક એવો ધાંસૂ પ્લાન મળી રહ્યો છે, તેના બેનિફિટ્સ વિશે અમે તમને વિસ્તારથી માહિતી આપીશું.
Jio 499 Plan
આ જીયો પ્લાનની સાથે દરરોજ 3જીબી ડેટા 28 દિવસની વેલિડિટી સાથે આપવામાં આવે છે, એટલું જ નહીં તમને આ પ્લાનમાં 6જીબી એક્સ્ટ્રા ડેટા પણ મળશે. આ સિવાય કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે દરરોજ 100 એસએમએસ મળશે.
અન્ય બેનિફિટ્સનો વરસાદ
આ Jio Prepaid Plan ની સાથે 499 રૂપિયાની કિંમતવાળા Disney+ Hotstar નો ફાયદો મળશે, સાથે JioCinema અને Jio Tv સહિત જીયો ન્યૂઝ, જીયો સિક્યોરિટી અને જીયો ક્લાઉડનું ફ્રી એક્સેસ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ Flipkart પર મળી રહ્યું છે તાબડતોડ Discount, 740 રૂપિયામાં મળશે Oppo નો આ સ્માર્ટફોન
Jio આપે છે એરટેલના આ પ્લાનને ટક્કર
Airtel 499 Plan
આ એરટેલ પ્લાનની સાથે દરરોજ 3જીબી ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે.
અન્ય બેનિફિટ્સ
આ પ્લાનની સાથે 1 વર્ષ માટે Disney+ Hotstar Mobile, 30 દિવસ માટે Amazon Prime Video Mobile Edition ફ્રી ટ્રાયલ, 3 મહિના માટે Apollo 24|7 Circle, ફ્રી હેલોટ્યૂન, ફ્રી વિંક મ્યૂઝિક, 1 વર્ષનો Shaw Academy નો ઓનલાઇન કોર્સ, FASTag પર 100 રૂપિયાનું કેશબેક મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube