5G India: ગત કેટલાક મહિનાથી ભારતમાં 5G સર્વિસીસના રોલઆઉટ પર સમાચારો આવી રહ્યા છે અને સત્તાવાર રીતે સરકાર અને ટેલિકોમ કંપનીઓમાંથી નિવેદન આવી રહ્યા છે. જિયો (Jio) તરફથી એનાઉન્સમેંટ કરવામાં આવ્યું છે કે દિવાળી સુધી તે 5G સેવાઓ લોન્ચ કરી દેશે. તમને જણાવી દઇએ કે તમે જિયો યૂઝર છો અને 5G સર્વિસને માણવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ કામ લાગી શકે છે. અહીં જાણો જિયો 5G સિમ (Jio 5G SIM) ને તમે કઇ તમારા ઘરે ડિલીવરી કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio 5G SIM મેળવવા માટે ફોલો કરો આ પ્રોસેસ
જો તમે એક જિયો યૂઝર છો અને તમારે જિયો 5G સિમ કાર્ડ ઘરે બેઠા જોઇએ છે તો તેના માટે તમારે એક સરળ પ્રોસેસ કરવી પડશે. સૌથી પહેલાં રિલાયન્સ જિયોની સત્તાવાર વેબસાઇટ પર જાવ અને પછી ત્યાં આપવામાં આવેલા 'ગેટ જિયો સિમ' ના ઓપ્શન પર ક્લિક કરો. હવે તમારું નામ અને તમારો ફોન નંબર રજિસ્ટર કરો અને ત્યારબાદ આપવામાં આવેલા ફોર્મની ડિટેલ્સને યોગ્ય રીતે ભરો. ફોર્મને ભર્યા બાદ તમારા મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે. હવે તમને પૂછવામાં આવશે કે તમે એક પ્રીપેડ સિમ કાર્ડ લેવા માંગો છો અથવા પછી તમે પોસ્ટપેડને સિલેક્ટ કરો. 

સ્વરા ભાસ્કરે શાહરૂખ ખાન પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું - 'મારી લાઇફ બરબાદ કરી દીધી'


આ રીતે કરાવો સિમ કાર્ડની હોમ ડિલીવરી
બધી ડિટેલ્સ ભર્યા બાદ અને પ્રીપેડ અને પોસ્ટપેડની પસંદગી કર્યા બાદ વેબસાઇટ પર તમને પૂછવામાં આવશે કે સિમ કાર્ડને કયા એડ્રેસ પર ડિલીવર કરવા માંગો છો. તમારું એડ્રેસ નાખો અને ધ્યાન રહે કે તે એ જ એડ્રેસ હોવું જોઇએ જે તમારા આધાર કાર્ડ પર હોય. ત્યારબાદ તમારી પાસે સરળતાથી ઘરે સિમ કાર્ડ ડિલીવર થઇ જશે. આ પ્રકારે એકદમ સરળ રીતે તમે 5G સિમની ડિલીવરી ઘરે કરાવી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube