Jio Plan: માત્ર 899 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો ફાયદો
જો તમે પણ લાંબી વેલિડિટીવાળા પ્લાનને શોધી રહ્યાં છો તો ઓછી કિંમતમાં જિયોનો આ પ્લાન શાનદાર છે. જેમાં ડેટાની સાથે ફ્રી કોલિંગની પણ સુવિધા આપવામાં આવે છે.
નવી દિલ્હીઃ જો તમે રિલાયન્સ જિયોના યૂઝર્સ છો તો તમારા માટે એક શાનદાર પ્લાન છે. જો તમે ઓછી કિંમતમાં 336 દિવસની વેલિડિટીવાળો પ્લાન ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે છે. આ લેખમાં અમે તમને 900 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા જિયોના 336 દિવસની વેલિડિટીવાળા પ્લાનની વિગત જણાવીશું. આ પ્લાનમાં તમને ક્યા-ક્યા લાભ મળશે.
Jio 899 Plan Details
જિયોના આ પ્રીપેડ પ્લાનની સાથે 28 દિવસ માટે 2 જીબી ડેટા આપવામાં આવ છે અને આમ તમને કુલ 12 સાઇકલ સુધી ડેટા મળતો રહેશે. 12 સાઇકલ સુધી દર વખતે બે જીબી ડેટા હિસાબે પ્લાનમાં તમને કુલ 24 જીબી ડેટા મળશે.
સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને 28 દિવસ માટે 50 એસએમએસ મળશે. એટલે કે તમને દરેક સાઇકલમાં 2 જીબી ડેટાની સાથે 50 એસએમએસ મળતા રહેશે.
આ પણ વાંચોઃ આવી ગઈ ફાસ્ટ ચાર્જર કરતા ફાસ્ટ પાવર બેંક! ચા-નાસ્તો કરો ત્યાં સુધીમાં મોબાઈલ થઈ જશે ફૂલ ચાર્જ!
Jio 899 Plan: વેલિડિટી
જો આ જિયો રિચાર્જ પ્લાનની વેલિડિટીની વાત કરીએ તો આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટીવાળા કુલ 12 પ્લાન મળે છે, આ રીતે જોવામાં આવે તો તમને કુલ 336 દિવસની વેલિડિટી મળશે.
જિયોના આ પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા સિવાય અન્ય જિયો એપ્સનું ફ્રી એક્સેસ યૂઝર્સને મછળે છે. અહીં એક ધ્યાન આપવા જેવી વાત છે કે આ પ્લાન જિયો ફોનનો છે, જે જિયો ફોન યૂઝર્સ માટે તૈયાર કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube