JioPhone 5G Launching Soon: JioPhone 5G વીશે વર્ષની શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું. ફોનના ફીચર્સ પહેલા જ જાહેર કરવામાં આવ્યા છે. આ ફોન ભારતનો બજેટ 5G ફોન હશે. હવે ફોનની પહેલી તસવીર સામે આવી છે.  એવી શક્યતા છે કે JioPhone 5G ની કિંમત રૂ. 10,000 કરતાં ઓછી હશે, જે તેને ભારતમાં સૌથી સસ્તો 5G ફોન બનાવે છે. આનો અર્થ એ છે કે JioPhone 5G નું લોન્ચિંગ ખૂબ જ સંભવિત છે અને તેની કિંમત બજારમાં અન્ય 5G ફોન્સ કરતા ઘણી ઓછી હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ એક સારા સમાચાર હોઈ શકે છે, ખાસ કરીને તે યુઝર્સ માટે કે જેઓ હજુ પણ 5G સુધી પહોંચવા માટે મોંઘા ફોન ખરીદવામાં અચકાતા હોય. હજી ક્લીયર નથી કે ફોનમા કયા ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે, પરંતુ લીકમા કહેવામાં આવ્યું છે કે ફોનમાં 5-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા અને પાછળ 13-મેગાપિક્સલ 2-મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ હશે. આ માહિતી લીકના આધારે છે અને તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.



JioPhone 5G specifications (rumored)
એન્ડ્રોઇડ સેન્ટ્રલ અનુસાર, JioPhone 5Gમાં 1600 x 720 પિક્સેલના રિઝોલ્યુશન સાથે 6.5-ઇંચ IPS LCD HD+ રિઝોલ્યુશન ડિસ્પ્લે હશે. ફોનમાં સાઇડ-ફેસિંગ ફિંગરપ્રિન્ટ સ્કેનર, 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા અને 13-મેગાપિક્સલ + 2-મેગાપિક્સલનો ડ્યુઅલ-કેમેરા સેટઅપ હશે. ફોન 5,000mAh બેટરી સાથે આવશે, જે 18W ચાર્જિંગને સપોર્ટ કરશે. તેમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ, ડ્યુઅલ સિમ સ્લોટ અને n3, n5, n28, n40 અને n78 5G બેન્ડ માટે સપોર્ટ હશે.


આ પણ વાંચો:
15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન...PM મોદી સાથે સેલ્ફી-ઓટોગ્રાફ માટે US સાંસદોની પડાપડી
અલ્પસંખ્યકોના સવાલ પર બોલ્યા પીએમ- ભારતના લોકતાંત્રિક મૂલ્યોમાં ભેદભાવને જગ્યા નથી

વાવાઝોડાની હવે ગુજરાત પર થશે ભારે અસર! વરસાદથી છલકાઈ જશે નદીઓ-જળાશયો, નવી આગાહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube